Home ટોપ ન્યૂઝ શ્રીરામ મંદિર ભૂમિ પૂજનની કવાયત તેજ : પીળા રંગમાં રંગાઈ રામલલાની ધરતી,...

શ્રીરામ મંદિર ભૂમિ પૂજનની કવાયત તેજ : પીળા રંગમાં રંગાઈ રામલલાની ધરતી, સરયૂથી લઈને રામની પૌડી સુધી ભક્તિની ધારા

0
2

અયોધ્યા. અયોધ્યામાં 5 ઓગસ્ટે શ્રીરામ મંદિરનું ભૂમિ પૂજન થશે. સરયૂ નદીમાં પાણી મોટા પ્રમાણમાં વહી રહ્યું છે. એમ કહેવાય છે કે સરયૂને બાદ કરતા ભગવાન રામના સમયની કોઈ નિશાન અયોધ્યામાં નથી. ઝડપથી શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનવા લાગશે. સરયૂના તટ પર ઉપસ્થિત નાગેશ્વરનાથ મંદિરમાં શ્રદ્ધાળુ ભગવાન ભોલેનાથને શ્રાવણનો અભિષેક કરવા આવી રહ્યાં છે. રામની પૌડી પર આસપાસના ગામોમાંથી આવેલા લોકોની હલચલ છે.

ગોંડાથી આવેલા કેવલરામ(60)એ કહ્યું લાંબા સમયથી કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. વિહિપના લોકો આંદોલન કરી રહ્યાં હતા, જોકે એ બાબતનો વિશ્વાસ ન હતો કે રામલલાનું મંદિર બની જ જશે. અમે અમારી જીંદગીમાં જ રામલલાનું મંદિર જોઈ શકીશું. આ દરમિયાન ‘પેન્ટ માઈ સિટી અભિયાન’ પણ ચાલી રહ્યું છે. અયોધ્યામાં પીળો રંગ કરવામાં આવી રહ્યો છે. દુકાનો પહેલા કરતા વધુ શણગારેલી દેખાઈ રહી છે. જોકે માર્ગોમાં સફાઈનું કામ બાકી છે. કેટલીક જગ્યાઓએ નિર્માણ અને સમારકામનું કામ ચાલી રહ્યું છે.

અવધ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ પણ મદદ કરી રહી છે
અવધ યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સની 70 વિદ્યાર્થીનીઓ પણ ડેકોરેશનમાં મદદ કરી રહી છે. વિદ્યાર્થીનીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત રોલી ચંદનનું તિલક અને ગુલાબની પાંખડીઓની વર્ષાથી કરશે. અયોધ્યામાં 4 ઓગસ્ટે મઠો અને મંદિરોમાં શ્રીરામચરિત માનસના પાઠ શરૂ થશે.

તેના માટે 25 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. ભૂમિ પૂજન માટે મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોની 51 નદીઓનું પાણી લાવવામાં આવી રહ્યું છે. આ સિવાય સમગ્ર દેશના તીર્થ સ્થળોઓમાંથી માટી પણ લાવવામાં આવી રહી છે. તેમાં પોસ્ટ વિભાગથી લઈને કેટલીક સંસ્થાઓ સહયોગ કરી રહી છે.

સુરક્ષાઃ અયોધ્યાને 7 ઝોનમાં વહેંચીને જવાનોને તહેનાત કરાયા, નેપાળ સીમા પર પણ અલર્ટ
અયોધ્યાના સીનિયર એસપી દીપક કુમારે જણાવ્યું કે શહેરને સાત ઝોનમાં વહેંચીને સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યા છે. પ્રવેશ માર્ગો પર બેરીકેડિંગ કરીને તપાસ કરવામાં આવી રહી છે. હોટલો, ધર્મશાળાઓમાં રોકયેલા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. ભૂમિ પૂજન સ્થળ પર પહોંચવા માટે બે રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીનું હેલીકોપ્ટર ભૂમિ પૂજન સ્થળથી એક કિમી દૂર ઉતરશે. આ રસ્તો સુપર સેફટી ઝોન હશે, તેની પર એસપીજીની નજર રહેશે. યુપીના બલરામપુર સાથે જોડાયેલી નેપાળની સીમા પર પણ સતર્કતા વધારવમાં આવી છે. એસપી દેવરંજન વર્માએ તેની પુષ્ટી કરી છે.

ઈતિહાસથી…અંગ્રેજ જજના આદેશ પર 1902માં લાગ્યા હતા 148 શિલાલેખ
અયોધ્યાના તીર્થ સ્થળો પર 148 શિલાલેખ છે. અયોધ્યા શોધ સંસ્થાનના ડાયરેક્ટર વાઈપી સિંહેના જણાવ્યા મુજબ અંગ્રેજ જજ એડવર્ડના આદેશ પર 1902માં તેને વિવેચની સભાએ લગાવ્યા હતા. વર્ષ 1898માં અયોધ્યાની મોટી છાવનીના મહંત રામ મનોહર પ્રસાદે તીર્થ યાત્રીઓની સુવિધા માટે તેને લગાડવાનું શરૂ કર્યું હતું. એક વર્ગે મુશ્કેલી વ્યક્ત કરી હતી. કોર્ટમાં 3 વર્ષ કેસ ચાલ્યા. જજ એડવર્ડે મહંતને પક્ષમાં ચુકાદો આપ્યો. શિલાલેખને ઉખાડવા પર 3 હજાર રૂપિયાનો દંડ અથવા ત્રણ વર્ષની સાજાનો આદેશ પણ આપ્યો હતો. શિલાલેખને એક પ્રમાણ તરીકે શ્રીરામ જન્મભૂમિના કેસમાં પણ રજૂ કરાઈ હતી.

અમેરિકામાં… જય શ્રી રામના જય ધોષથી ગૂંજશે ટાઈમ્સ સ્કેવર
અમેિરકામાં ન્યુયોર્કના પ્રતિષ્ઠિત ટાઈમ્સ સ્કેવર પર 5 ઓગસ્ટે ભગવાન રામની ભવ્ય તસ્વીરનું પ્રદર્શન કરવામાં આવશે. રામ મંદિરના મોડલની 3ડી તસ્વીરો અને ભૂમિ પૂજનની તસ્વીરો પણ દેખાડવામાં આવશે. અમેરિકા-ભારતીય લોક મામલાઓની સમિતિના અધ્યક્ષ જગદીશ સેવાનીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે વિશાલ નેસ્ડેક સ્ક્રીન અને 17 હજાર વર્ગ ફુટની રેપ-અરાઉન્ડ એલઈડી ડિસપ્લે સ્ક્રીન લગાવવામાં આવી રહી છે. કાર્યક્રમમાં જય શ્રી રામનો જયધોષ કરવામાં આવશે. ભારતીય સમુદાયના લોકો આ ખાસ ઉત્સવને ઉજવવા અને મીઠાઈઓ વહેંચવા માટે એકત્રિત થશે.

Live Scores Powered by Cn24news