અમદાવાદ : પોપ્યુલર ગ્રૂપે સિંધુભવન રોડ પર પચાવી પાડેલી કરોડોની જમીન ટાંચમાં લેવાશે

0
5

પોપ્યલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ અને પરિવારના સભ્યોએ બનાવટી ડોક્યુમેન્ટના આધારે પચાવી પાડેલી ખેડુતોની કરોડોની જમીનો સરકાર ટાંચમાં લેશે. આ માટે પોલીસે જુદા જુદા સરકારી વિભાગો સાથે સંકલન શરૂ કર્યુ છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ પોપ્યુલર બિલ્ડર ગ્રૂપે ખોટી રીતે હડપ કરવામાં આવેલી તમામ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફકત સિંધુ ભવન રોડ ઉપર જ પોપ્યુલર ગ્રૂપની કરોડોની જમીન છે. જેના ઉપર વૈભવી સ્પોર્ટસ સંકુલ તેમજ ફુૂડ કોર્ડ બનાવવામાં આવ્યુ છે.

રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો વિરુધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોપ્યુલર ગ્રૂપના પરિવારના સભ્યોએ બનાટવી ડોકયુમેન્ટસના આધારે ખેડૂતોની કરોડોની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ કરાયા છે. પોપ્યુલર ગ્રૂપના બિલ્ડરોએ સિંધુ ભવન રોડ ઉપર વધારે જમીનો પણ પચાવી પાડી છે. જે અંગે આગામી દિવસોમાં વધુ ફરિયાદો થવાની છે. વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજા અને તેમના પત્ની બંનેનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી સોમવારથી પીઆઈ જાડેજા અને તેમના પત્ની બંનેને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેથી તેમનો કોરોન્ટાઈન પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી હાલમાં રમણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં નહીં આવે.

રમણ પટેલની મિલકતોના ડોક્યુમેન્ટ ચેક થશે

રમણ પટેલ અને તેમના ભાઈઓ સેટેલાઈટની ઘનશ્યામ સોસાયટીમાં સ્વતંત્ર બંગલાઓમાં રહે છે. જે પોપ્લુયર હાઉસ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તમામ ભાઇઓની ઓફિસો – ફાર્મ હાઉસ સહિતની મિકલતોના ડોકયુમેન્ટસ જુદી જુદી સરકારી એજન્સીઓ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે.

સગાંના નામે ખરીદેલી મિલકતમાં તપાસ

રમણ પટેલ અને તેમના ભાઈઓએ સિંધુ ભવન રોડ ઉપર તેમજ અન્ય જગ્યાએ પરિવારના સભ્યોને નામે તેમજ સગાં અને મિત્રોના નામે જમીનો ખરીદી છે. તમામ જમીનો અને મિલકતોની પણ તપાસ શરૂ કરાઈ છે.

દરોડો પાડનારા IT અધિકારીઓ પોઝિટિવ

પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડા પાડવા ગયેલી ઇન્કમટેક્સની ટીમના 15થી વધુ અધિકારી પોઝિટિવ આવ્યા છે. જેના કારણે ચાર દિવસથી ઓફિસ બંધ રાખીને સેનિટાઇઝ કરાઈ હતી. ગુરુવાર બંધ કરવામાં આવેલી ઓફિસને સોમવારે ઓછાં સ્ટાફ સાથે ફરીથી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓને પીપીઇ કિટ ઉપરાંત ઓક્સિ મીટર, થર્મલ ગન અને સેનિટાઇઝર આપવામાં આવ્યા હોવા છતાં કોરોના પોઝિટિવ બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here