વડોદરા : અનાજ-કરિયાણાનું સૌથી મોટુ માર્કેટ 31 મે સુધી લોકો માટે બંધ,

0
0

વડોદરા. લોકડાઉન 4.0 દરમિયાન સરકાર દ્વારા સમય મર્યાદિત છૂટછાટો આપવામાં આવી રહી છે, જેથી મોટાભાગના લોકોને એક રાહત મળી છે. ઓડ-ઇવન ફોર્મ્યુલાથી દુકાનો ખુલતા વેપારીઓને પણ ધાધા-રોજગારમાં રાહત થઇ છે, ત્યારે વડોદરા શહેરના હાથીખાના માર્કેટ સ્થિત સિઝનમાં ભરાતી ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહીં હોવાથી ધી બરોડા ગ્રેન્સ મરચન્ટસ એસોસિયેશને હાથીખાના માર્કેટ 31 મે સુધી જાહેર જનતા માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

સિઝનમાં ભરાવાની ચીજવસ્તુઓ ખરીદવા ભારે ભીડ એકઠી થતાં લોકો માટે માર્કેટમાં પ્રવેશ બંધ કરાયો

હાથીખાના માર્કેટના ધી બરોડા ગ્રેન્સ મરચન્ટસ એસોસિયેશન દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે, લોકડાઉનમાં છૂટછાટ મળતા હાથીખાના માર્કેટમાં રિટેઇલ નાગરીકો સિઝનમાં ભરવા માટેની વસ્તુઓની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જે બાબતને ધ્યાનમાં લેતા આગામી 25 મેથી 31 મે દરમિયાન હાથીખાના માર્કેટ ફક્ત વડોદરા શહેરના પ્રોવિઝન સ્ટોર્સ કે જેમની પાસે ગુમાસ્તધારાની કોપી અથવા ફુડ સેફટીના લાયસન્સની કોપી હશે તેમને જ માત્ર હાથીખાના માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે. જાહેર જનતા માટે સિઝનમાં ભરવા માટેની વસ્તુઓ હાથીખાનાના વેપારીઓને ફોનથી ઓર્ડર આપતા હોમ ડિલિવરી કરાશે.

સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી પ્રોવિઝન સ્ટોર્સ અને સંસ્થા માટે માર્કેટ ખુલ્લુ રહેશે

25 મે 31 મે સુધી હાથીખાના માર્કેટ સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી ફક્ત પ્રોવિઝન સ્ટોર્સ કે સંસ્થા માટે ખુલ્લુ રહેશે. ઉપરોક્ત દિવસો દરમિયાન બપોરે 2 વાગ્યા પછી સરકારી નિયમ મુજબ અનલોડીંગ કરવાનુ રહેશે, હાલ સરકરી નોમ્સ મુજબ બપોરે 4 વાગ્ય સુધી જ માર્કેટ ખુલ્લુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here