કોરોના ઈન્ડિયા : પ્રથમ વખત એક્ટિવ કેસમાં સૌથી વધુ ઘટાડો, 24 કલાકમાં 4753 દર્દીઓ ઘટયા, દેશમાં અત્યાર સુધીમાં 27.01 લાખ કેસ

0
7

નવી દિલ્હી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 હજાર 300 કેસ પ્રકાશમાં આવ્યા છે. રાહતની વાત એ છે કે તેનાથી વધુ 58 હજાર 172 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 880 લોકોના મોત થયા છે. સોમવારે સૌથી વધુ 4753 એક્ટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ પહેલા 29 મેના રોજ 3866 એક્ટિવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં 5 વખત જ આવું બન્યું છે, જ્યારે એક દિવસમાં નવા સંક્રમિતોથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા હોય.

બીજી તરફ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 27 લાખ 1 હજાર 604 થઈ ગઈ છે. સોમવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8493 કેસ આવ્યા છે. સૌથી વધુ 3127 દર્દીઓ સાજા થઈ ગયા છે. 6780 કેસની સાથે આંધ્રપ્રદેશ બીજા નંબર પર છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે પોતાના આંકડાઓ જાહેર કર્યા છે. તેના જણાવ્યા મુજબ, 55 હજાર 79 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે 876 લોકોના મોત થયા છે. આ રીતે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 27 લાખ 2 હજાર 743 થઈ છે. તેમાંથી 6 લાખ 73 હજાર 166 એક્ટિવ કેસ છે. 19 લાખ 77 હજાર 780 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 51 હજાર 797 લોકોના મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે 17 ઓગસ્ટે 8 લાખ 99 હજાર 864 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 9 લાખ 41 હજાર 264 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • બાયોકોનની ચેરપર્સન કિરણ મજૂમદાર શોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટર પર તેની માહિતી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here