Saturday, April 20, 2024
Homeગુજરાતના સૌથી મોટા મેળાઓમાં જાણીતો એવો અંબાજીના મેળાનો પ્રારંભ
Array

ગુજરાતના સૌથી મોટા મેળાઓમાં જાણીતો એવો અંબાજીના મેળાનો પ્રારંભ

- Advertisement -
ગુજરાતના સૌથી મોટા મેળાઓમાં જાણીતો એવો અંબાજીના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજીમાં ભાદરવી પૂનમનું અનોખું મહત્વ છે. ભાદરવી પુનમે રાજ્ય સહિત દેશમાંથી માઇ ભક્તો ચાલીને મા અંબાના દર્શને આવતા હોય છે. ભાદરવી પુનમના મેળોનો પ્રારંભ 14 સપ્ટેમ્બરે સુધી ચાલનારો છે, ત્યારે એવું કહેવાય છે કે દર વખતની જેમ પુનમના મેળામાં અંબા માતાના દર્શનનો લ્હાવો લેવા માટે અંદાજે આ વખતે પણ 30 લાખથી વધુ ભક્તો ઉમટી પડશે.
અંબાજી આવતા ભાવિભક્તો માટે મંદિર તરફ થી બનેલો પ્રસાદ માં અંબા નો આશીર્વાદ સમાન હોય છે. ભાદરવી પૂનમ મેલા માં આવતા શ્રદ્ધાળુઓ ને આ પ્રસાદ સરળતા થી મલી રહે તે માટે અંબાજી મંદિર દ્વારા કોન્ટ્રેક્ટ આપેલી એજેનસી મોહિની કેટર્સ મેલા પૂરતું અલગ થી વ્યવસ્થા કરવા માં આવી છે. જેમાં  600 થી વધારે લેબર અને રોજ ના 100 ધાન અંબાજી મંદિર ને આપે છે.
ભાદરવી મેલો 2019 માં આશરે 30 લાખ થી વધારે માઇભક્તો અંબાજી આવી માં અંબા ના દર્શન કરશે . શ્રી આરાસુરી અંબિકા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તો ને માં નો પ્રસાદ મલી રહે તે માટે 31 લાખ નાના પેકેટ અને 2 લાખ મીડીયમ સાઈઝ ના પેકેટ અને એક લાખ મોટા પેકેટ બનાવી તમામ માઇભક્તો ને સહજ મલી રહે તે માટે અલગ અલગ પ્રસાદ વિતરણ કાઉન્ટર પણ ઉભા કરી દેવા માં આવ્યા છે.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular