પોરબંદર : નકલી પોલીસ બની મહિલાઓ પાસેથી ઘરેણા અને પૈસા પડાવતી ઈરાની ગેંગના 4 શખ્સને LCB એ ઝડપી પાડ્યા.

0
0

ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરી પૈસા અને દાગીના પડાવતી ઈરાની ગેંગના 4 શખ્સને પોરબંદર LCB એ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચારેય શખ્સો સામે IPC કલમ 406, 420, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

આરોપીની મોડેસ ઓપરેન્ડી શું હતી?

આરોપીઓ પોતે પોલીસની કે અન્ય ઓળખ આપી મદદ કરવાના બહાને કોઈ મહિલાને જણાવતા કે, આગળ ચેકિંગ ચાલુ છે. જેથી તમે તમારા પહેરેલા દાગીના આ પડીકામાં મૂકી તમારા પર્સ અથવા રૂમાલમાં રાખી દો. જે બાદ નજર ચૂકવી ડુપ્લીકેટ પડીકું આપી ઘરેણાં ભરેલુ પડીકું પોતે લઈને નાસી જતા હતાં. મહત્વનું છે કે પોરબંદર LCB એ બાતમી મળી હતી કે જામનગરથી પોરબંદર તરફ આવી રહ્યાં છે. જેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારમાં આવી રહેલા ચારેય શખ્સોને અટકાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ નાસી જતા પોલીસે પીછો કરીને ચારેયને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓના નામ

1. સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ (ઉં.વ.43), મધ્યપ્રદેશ
2. ઇસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઇરાની (ઉં.વ.30), મહારાષ્ટ્ર
3. મોહમદ બાકર ઉર્ફે બીની મીટુઇ યાસીનઅલી ઉર્ફે કાજી જાફરી (ઉં.વ-20), મધ્યપ્રદેશ
4.રજાઅલી કુરબાનઅલી ઇરાની (ઉં.વ-22), મધ્યપ્રદેશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here