Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

ભારતમાં પાન ખૂબજ પ્રચલિત છે. જમ્યા પછી પાન ખાવાની આપણી લોક સંસ્કૃતિનો એક ભાગ પણ છે. પાન બનારસનું હોય કે કાનપૂરનું, લોકો શોખથી ખાય છે. દાઢમાં સ્વાદ રહી જાય એવા પાનમાં ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓ અને વસ્તુઓના ઘણા ઔષધીય ગુણો હોય છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે.

પાનનાં પત્તાંના ફાયદા


પાનનાં પત્તાંનો ઉપયોગ પાનની સાથે-સાથે પૂજા-પાઠ અને હવનમાં પણ કરવામાં આવે છે. પાનના પત્તામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફૉસ્ફરસ, આયર્ન, આયોડીન અને પોટેશિયમ જેવાં તત્વો હોય છે. તાવ-શરદીમાં પાનના પત્તામાં શેકેલી હળદરનો ટુકડો મૂકી ખાવાથી ઘણી રાહત મળે છે. ઘણા લોકોને આંગળીઓ સૂજી જવાની સમસ્યા હોય છે, તો પાતનાં પત્તાંને ગરમ કરી આંગળીઓ પર વીંટવાથી ઘણો ફાયદો મળે છે. પાયરિયાની સમસ્યામાં પાનના પત્તામાં કપૂરનો નાનકડો ટુકડો મૂકો ચાવીને પીકને થૂંકી દેવી. રાહત મળશે. ભૂલથી પણ પાનની પીકને ગળવી નહીં.

વરિયાળીના ફાયદા


જમ્યા બાદ વરિયાળી ખાવી, પાણીમાં વરિયાળી નાખી પીવું અથવા વરિયાળીવાળી ચા પીવી ઘણાંને ગમતી હોય છે. આ વરિયાળીના ફાયદા પણ બહુ છે. વરિયાળી પાચનમાં મદદ કરે છે. આ સિવાય પેટમાં ગેસની તકલીફ હોય, પેટ ફૂલેલું લાગતું હોય તો વરિયાળી ખાવાથી રાહત મળે છે. વરિયાળી એક અસરકારક એન્ટાસિડ પણ છે. જેમાં કૉપર, પોટેશિયમ, ફૉસ્ફરસ, કેલ્શિયમ, જિંક, મેંગેનીઝ, આયર્ન, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવાં ભરપૂર મિનરલ્સ હોય છે. વરિયાળી ખાવાથી હાર્ટ પણ સ્વસ્થ રહે છે, કારણકે તેમાં ભરપૂર ફાઇબર હોય છે. ફાઇબર કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે હ્રદયરોગનું જોખમ ઘટાડે છે.

એક રિસર્ચ અનુસાર, સ્તનપાન કરાવતી માતાઓએ વરિયાળીવાળી ચા પીવી જોઇએ. વરિયાળીવાળી ચા પીતી મહિલાઓમાં ધાવણા વધે છે, વેટ ડાયપરની સમસ્યામાં રાહત મળે છે અને કબજિયાતમાં રાહત મળે છે.

સોપારીના ફાયદા


પાનમાં ઉપયોગમાં લેવાતી સોપારીના પણ ઘણા ફાયદા છે. સોપારીના નાના-નાના ટુકડા પાણીમાં ઉકાળો અને પાણી અડધું થઈ જાય એટલે તેને ગાળીને પીવું. આવું પાણી રોજ સવાર-સાંજ પીવાથી આંતરડાં નબળાં પડવાથી થતી પેટની તકલીફોમાં રાહત મળે છે. સોપારીને પીસીને તેનું ચૂર્ણ બનાવી તેનાથી દાંતને મંજન કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments