ધોનીના ભવિષ્ય પર આ દિગ્ગજનું મોટું નિવેદન, કહ્યું – હવે નહીં આવે માહી!

0
32

નવી દિલ્હી : ભારતનો દિગ્ગજ વિકેટકીપર એમએસ ધોની (MS Dhoni)2019ના વર્લ્ડ કપ પછી ક્રિકેટથી દૂર છે. તે ક્રિકેટથી દૂર થયોને લગભગ છ મહિના પસાર થયા છે પણ તેના ભવિષ્ય પર સ્થિતિ હજુ પણ પહેલા જેવી જ બનેલી છે. પ્રશંસકો સમજી શકતા નથી કે માહી હવે મેદાનમાં ક્યારે દેખાશે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડીન જોન્સે ધોનીની કારકિર્દી પર કહ્યું હતું કે તે હવે ક્યારેય આવશે નહીં. ઇન્દોરમાં ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે રમાયેલી ટી-20 મેચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સના સલેક્ટર ડગઆઉટ દરમિયાન પ્રશંસકોએ સવાલ પૂછ્યા હતા. જેનો જોન્સે જવાબ આપ્યો હતો.

આ દરમિયાન એક પ્રશંસકે પૂછ્યું હતું કે ધોની વગર વધુ એક શ્રેણી. પ્રશંસક પૂછ્યું હતું કે શું આપણે દુનિયાના સૌથી શાનદાર વિકેટકીપર ધોની વગર ઇન્ડિયન ક્રિકેટનું પ્રિવ્યુ જોઈ રહ્યા છીએ. આ સવાલ પર ડીન જોન્સે કહ્યું હતું કે ધોનીનું રમવું હવે મુશ્કેલ લાગી રહ્યું છે. કારણ કે ઋષભ પંત (Rishabh Pant)સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેના પછી સંજૂ સેમસન પણ હાજર છે. જોકે એમ ના કહી શકાય કે તે હવે રમશે નહીં. કારણ કે મેદાનમાં ઘણી વખત અનહોની ઘટના બને છે, જેમાં ટીમને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં ધોની પણ આવી શકે છે.

વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં પરાજય પછી ધોની ક્રિકેટથી દૂર થઈ ગયો છે. વર્લ્ડ કપ પછી તે ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટ ઇન્ડીઝ ગયો ન હતો. આ પછી ઘરેલું શ્રેણીથી પણ દૂર છે. ધોની હાલના સમયે પોતાના મિત્ર અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. પોતાના ભવિષ્ય પર ધોનીએ કહ્યું હતું કે જાન્યુઆરી સુધી તેના વિશે કશું જ ના પૂછો. જેથી હવે પ્રશંસકો આશા કરી રહ્યા છે કે આ મહિને તે કોઈ નિર્ણય લઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here