Thursday, October 21, 2021
Homeનર્મદા કેનાલો મા પાણી ચોરી અટકાવવા માટે વિધાનસભા મા ખરડો પસાર થયો...
Array

નર્મદા કેનાલો મા પાણી ચોરી અટકાવવા માટે વિધાનસભા મા ખરડો પસાર થયો તેમા સજા અને દંડમા ધડખમ વધારો

નર્મદા કેનાલોમા પાણી ચોરી અટકાવા માટે વિધાનસભામા ખરડો પસાર થયો પાણીની ચોરી કરતા પકડાશે તો દંડ અને સજા માટે તૈયાર રહેવુ પડશે.

ગુજરાત રાજ્યની નર્મદા કેનાલોમા પાણી ચોરીઓનુ પ્રમાણ વધી જવા પામ્યુ છે તેના અનુસંધાનમા નહેરોમા પાણી પ્રદુષીત કરનાર, ઘન કચરો નાખનાર અને નહેરમાથી અનધિક્રુત પાણી ખેચવા બાબતે એંજીન પાઈપ લાઈન અને પાણી ખેચવાના મશીનો જપ્ત કરી લેવામા આવશે. અને તેના અનુસંધાનમા ગુજરાત વિધાનસભામા નવા વીધેયક મુજબ પાણીની ચોરી કરનારાઓને ત્રણ મહીનાથી લઈને બે વર્ષ સુધી કેદની જોગવાઈ કરાઈ છે. અને ૧૦,૦૦૦ થી ૨ લાખ સુધીનો દંડ અને કેદની જોગવાઈ કરવામા આવી છે. તેવો ખરડો વિધાનસભામા પસાર કરવામા આવ્યો છે એમા દંડ અને સજાની જોગવાઈમા પણ ધડખમ વધારો કરવામા આવ્યો છે તેથી સરકારે પાણી ચોરી કરનારા માફીયાઓની નાથવા માટે આ યોજના ગુહમા સુધારા વીધેયક પસાર કર્યુ છે. તેથી પાણી ચોરી કરતા પહેલા ચેતવા માટેની રજુઆતો થવા પામી છે.

  • આ વખતે સજા અને દંડમા ધડખમ વધારો કર્યો છે
  • રાજ્યમા કેનાલોમાંથી ચોરી કરેલા માફીયાઓની હવે ખેર નથી
  • નહેરોમા પાણીને દુષિત કરનાર તથા કચરો છોડનારને એક વર્ષની કેદ અને પચાસ હજારનો દંડ કરાશે
  • પરવાનગી વગર અનધિક્રુત રીતે પાણી લેનારને ત્રણ મહીના સુધીની કેદ અને ૧૦,૦૦૦ નો દંડ કરવામા આવશે
  • નહેરમા પશુઓને લઈ જનારને ૩ મહીનાની કેદ અને ૧૦,૦૦૦ નો દંડ કરવામા આવશે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ,  CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments