દિલ્હી માં રોહિતદાસ મહારાજ નું મંદિર તોડી પાડવાના મુદ્દે આજ રોજ થરાદ ખાતે નાયબ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

0
92
બહુજન નાયક ક્રાંતિ કારી રવિદાસજી મહારાજ ની 600વષૅ જૂની ઐતિહાસિક જગ્યા જે તુગલકાબાદ દિલ્હીમાં તોડી પડતાં આજે થરાદ નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને  બોહળી સંખ્યામાં દલિત યુવાનો અને સ્વયમ્ સૈનિક દળ અને બહુજન સમાજ પાટી ના કાયૅકતાઓ જોડાયા હતા.
દિલ્હી તુગલકાબાદ માં બહુજન નાયક ક્રાંતિ કારી રવિદાસજી ની 600 વષૅ જૂની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવે છે તે જગ્યા તત્કાલીન રાજા સિકંદર લોદી દ્વારા રવિદાસ મહારાજ ને આપેલી હતી તેના લેખિત પુરાવા પણ છે તેને તોડી પાડવા નું આપમાનજનક કૃત્ય દિલ્હી સરકારે આચયુ.હોઇ કરોડો અનુસૂચિત જાતિ તેમજ બહુજન સમાજ ના લોકો ની લાગણી દુભાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકાર માં બેઠેલા મનુવાદી માનસિકતા ધરાવતા વિદેશી આયો સુપ્રીમ કોટૅ મારફત ષડયંત્ર કરીને આ જગ્યા દબાણ હટાવવા ના નામે તોડી પાડી છે.
ભારતના કરોડો લોકો નું દિલ દુભાવી ભારતીય લોકતંત્ર ઉપર કુઠારાધાત કરે છે  સુપ્રીમ કોર્ટ ના ચુકાદા અનુસાર આયો ના પૂવૅજો ના મંદિર સરકારે તોડયા છે કે ફક્ત મૂળનિવાશી લોકો ના  નાયકો નું અપમાન અને અસ્મિતા સાથે રમત રમવા નું એજ સરકાર ના એજન્ડા છે  તેવી માંગ સાથે જણાવ્યું હતું કે તોડી પાડેલ જગ્યા નું પુનઃ નિમાણ કરવામાં આવે
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here