શેરબજાર : નરમાશનો દોર યથાવત, સેન્સેક્સ 65 અને નિફટી 21 પોઈન્ટ નીચે બંધ થયા

0
0

શેરબજારમાં છવાયેલો નકારાત્મકતાનો દોર આજે પણ યથાવત રહ્યો. બુધવારનો કારોબાર બંધ થતાં સુધી સેન્સેક્સ 37,668.42 અને નિફ્ટી 11,131.85 ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં 0.17% મુજબ 65.66 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફ્ટી 21.80 નીચે 0.20% ઘટાડાથી નોંધાયો હતો. આજના કારોબારમાં 1,213 શેરોમાં તેજી દેખાઈ છે, જ્યારે 1,382 શેરમાં નરમાશ નજરે પડી હતી. 155 શેરમાં કોઈ ખાસ ફેરફાર ન દેખાતા સ્થિતિ યથાવત રહી હતી.

નિફ્ટીમાં એક્સિસ બેન્ક, ગેઈલ, કોલ ઈન્ડિયા, એચયુએલ અને ઈન્ફોસિસ લાભની સ્થિતિમાં રહ્યા હતા. જ્યારે ભારતી એરટેલ, ભારતી ઈન્ફ્રાટેલ, ટાટા સ્ટીલ, એનટીપીસી અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર ગગડ્યા હતા. પીએસયુ બેન્ક, ઈન્ફ્રા, આઈટી, મેટલ અને ફાર્મામાં વેચવાલી રહી હતી. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ સૂચકઆંકો નજીવા ઘટાડા સાથે બંધ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here