ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામે સિંહે કર્યો પશુઓનો શિકાર

0
0

ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામે સાવજ પરિવારે પશુઓનો શિકાર કર્યો છે. સોમવારે અડધી રાતે સિંહ પરિવાર ગામમાં ઘૂસી જતાં પશુઓએ જીવ બચાવવા ઉભી બજારમાં ભાગમભાગ કરી.

 આ દરમિયાન એક ડાલામથ્થાએ છલાંગ મારી ગાયને પછાડી દીધી. ત્યારબાદ શિકારને ઢસડી ગામની વચ્ચોવચ મીજબાની માણી. શિકારની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. મહત્ત્વનું છે કે, વરસાદી માહોલમાં ગીરના ગામડાંઓમાં અવારનવાર સિંહ ગામમાં ઘુસી જતાં હોય છે. આ વખતે પશુઓને દોડાવી દોડાવીને શિકાર કરતાં ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here