રાજસ્થાન : દારૂના ઠેકેદારે સેલ્સમેનને 5 મહિનાનો પગાર ન આપ્યો, માગ્યો તો ડીપ ફ્રીઝરમાં નાખીને જીવતો સળગાવી દીધો

0
0

રાજસ્થાનના કરૌલીમાં પૂજારીને જીવતો સળગાવીને મારી નાખ્યાના 18 દિવસ પછી અલવરમાં પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના કુમપુર ગામમાં શનિવારે પાંચ મહિનાથી પગાર માગી રહેલા દારૂના અડ્ડાના સેલ્સમેનને જીવતો સળગાવીને તેની હત્યા કરી દેવાઈ હતી.

પોલીસ સ્ટેશન પ્રભારી દારા સિંહના જણાવ્યા પ્રમાણે, ઝાડકાનિવાસી રૂપ સિંહ ધાનકાએ રિપોર્ટ નોંધાવ્યો છે કે મારો ભાઈ કમલ કિશોર(23)દારૂના અડ્ડાનો સંચાલક રાકેશ યાદવ અને સુભાષચંદના ત્યાં કામ કરતો હતો. આ અડ્ડો કુમપુર-ભગેરી રસ્તા પર એક કન્ટેનરમાં ચલાવવામાં આવી રહ્યો હતો. ઠેકેદારે કમલને 5 મહિનાથી પગાર નહોતો આપ્યો.

બાકી પગાર માગ્યો તો તેની સાથે મારઝૂડ કરતા હતા અને ધમકી આપતા હતા. શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે ઠેકેદાર રાકેશ અને સુભાષ ઘરે આવ્યા અને તેને પોતાની સાથે લઈ ગયા. કમલ આખી રાત ઘરે ન આવ્યો તો અમે વિચાર્યું કે તે ઠેકેદાર સાથે ક્યાંક ગયો હશે. રવિવારે સવારે ખબર પડી કે કુમપુર દારૂના અડ્ડા પર આગ લાગી ગઈ છે. પરિવારે ઘટનાસ્થળે પહોંચી પોલીસ પાસે લોખંડનું કન્ટેનર ખોલાવડાવ્યું. અંદર કમલની સળગેલી હાલતમાં ડીપ ફ્રીઝરની અંદર બેસેલી અવસ્થામાં લાશ મળી હતી’

રાકેશ અને સુભાષે જ કમલને પેટ્રોલ નાખીને જીવતો સળગાવ્યો, પછી કન્ટેનરમાં આગ લગાવી દીધી. પરિવારજનોની ફરિયાદ પર સુભાષ યાદવ રહેવાસી ભેડંટા શ્યોપુર અને ઠેકેદાર રાકેશ યાદવ નિવાસી ફતિયાબાદ વિરુદ્ધ હત્યા કરવા અને SC-ST એક્ટની કલમ મુજબ કેસ નોંધી લીધો છે.

મોટો સવાલઃ કન્ટેરનરવાળા બોક્સમાં દારૂનો અડ્ડો કેવી રીતે ચલાવવામાં આવી રહ્યો હતો

DSP તારાચંદે જણાવ્યું હતું કે ભગેર રસ્તા પર દારૂના ઠેકેદાર રાકેશ યાદવ અને સુભાષચંદના લોકો અડ્ડો ચલાવે છે. અડ્ડાના દસ્તાવેજ મગાવ્યા છે. આરોપી ઠેકેદાર રાકેશ યાદવની માતા ગ્રામપંચાયત માછરૌલીનાં સરપંચ છે. અડ્ડો આબકારી વિભાગના નક્કી કરેલા માપદંડોની વિરુદ્ધ રસ્તા પર ઊભેલા એક કન્ટેનરના બોક્સમાં ચાલી રહ્યો હતો. એવામાં આ ભયાનક ઘટના માટે વિભાગ પણ જવાબદાર છે. નિયમ પ્રમાણે સીસીટીવી કેમેરા પણ નહોતા લગાવાયા.

ન્યાયિક તપાસ માટે પરિવારજનોની જીદ

ઘટનાથી નારાજ પરિવારજનો કાયદાકીય તપાસની માગ કરી પોસ્ટમાર્ટમ ન કરાવવાની જીદે ચડ્યા છે. DSP અને પોલીસ અધિકારીના સમજાવ્યા પછી રવિવારે મેડિકલ બોર્ડે પોસ્ટમાર્ટમ કર્યું. DSP તારાચંદે જણાવ્યું કે મામલો ગંભીર અને શંકાસ્પદ છે. ફોરેન્સિક ટીમ પણ ઘટનાક્રમ અને ઘટનાસ્થળની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here