Home ટોપ ન્યૂઝ બનાસકાંઠા : પાલનપુર હનુમાન ટેકરી વિસ્તાર માં છેલ્લા 5 વર્ષ થી દર...

બનાસકાંઠા : પાલનપુર હનુમાન ટેકરી વિસ્તાર માં છેલ્લા 5 વર્ષ થી દર ચોમાસા માં જોવા મળી રહ્યા છે જીવતા શંખ

0
151
ભારતીય સંસ્કૃતિ અને ધર્મ માં શંખ નું ખૂબ મોટું મહત્વ બતાવ્યું છે.તમે મંદિરો કે અન્ય કોઈ જગ્યા એ ઘણીવાર શંખ જોયા હશે પરંતુ જીવતા શંખ ભાગ્યેજ કોઈએ જોયા હશે .પાલનપુર માં હનુમાન ટેકરી વિસ્તાર માં જીવતા શંખ છેલ્લા 5 વર્ષ થી દર ચોમાશે જોવા મળી રહ્યા છે.અને તેને લઈને લોકો પણ અચરજ પામ્યા છે.
હિન્દુ ધર્મ માં જે રીતે માન્યતા છે અને પુરાણો માં શંખ નું એક અનોખું મહાત્મય બતાવવામાં આવ્યું છે. વર્ષો પહેલા યુધ્ધ વખતે પણ શંખ નાદ કરવા માટે શંખ નો ઉપયોગ કરવામાં આવતો. ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથ ના મંદિર માં જઈ લોકો પૂજા અર્ચના કરે છે અને શંખ પણ વગાડે છે.ત્યારે ભગવાન ભોલેનાથ ના પ્રિય એવા શંખ જીવતા મળે ત્યારે  લોકો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ખાસ કરી ને વાત કરી એ તો જીવતા શંખ નદી કાંઠે જ જોવા મળતા હોય છે.અને આદિવાસી સમાજ ના લોકો ની મહિલાઓ તેને માળા બનાવી પહેરતી હોય છે.તેવું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ .પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા ત્રણ મકાનમાં 100 થી વધારે  આ જીવતા શંખ દર ચોમાસા માં જોવા મળી રહ્યા છે.
 
છેલ્લા 5 વર્ષ થી આ શંખ આ જગ્યા એ ચોમાસામાં જોવા મળી રહ્યા છે.તેમને કોઈ ખોરાક આપવામાં આવતો નથી તેઓ પોતે કુદરતી રીતે જીવતા રહે છે. અને ચોમાસુ પત્યા બાદ કયા જાય છે એ પણ કોઈ જાણતું નથી.ત્યારે હાલ તો આ જીવતા શંખ ને જોઈ લોકો અચરજ પામ્યા છે અને તેને જોવા માટે આવી રહ્યા છે..
 
 જીવતા શંખ શહેર માં જોવા મળે તેવું ભાગ્યેજ બની શકે ત્યારે પાલનપુર માં આ જીવતા શંખ ને જોવા મળ્યા જેને લઇ લોકો માં એક કુતૂહલ છે ત્યારે આ શંખ કયાંથી આવે છે અને કઇ રીતે જીવતા રહે છે તે પણ હાલ એક સંશોધનનો વિષય બન્યો છે.
રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App