આત્મનિર્ભરતા : દેશમાં સ્થાનિક રમકડાંનો બિઝનેસ વડા પ્રધાન મોદીની અપીલ બાદ 25 ટકા સુધી વધ્યો

0
0

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં જ રેડિયોમાં પ્રસારિત થતા કાર્યક્રમ મનકી બાતમાં સ્વદેશી રમકડાં બિઝનેસ વધારવાની અપીલની અસર રમકડાં ઈન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. વડા પ્રધાનની અપીલ બાદ ઈન્ડસ્ટ્રીમાં આશરે 25 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જારી ગ્રેટર નોઈડા (યમુના એક્સપ્રેસ વે ઓથોરિટી)માં વિકસિત થઈ રહેલા ટોય પાર્કમાં પ્લોટની માગ પણ વધી છે, જેના લીધે રાજ્ય સરકાર દ્વારા યોજનાઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

દેશમાં રમકડાંનુ આશરે રૂ. 16 હજાર કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જેમાં સ્થાનિક ઉત્પાદન આશરે 25 ટક અર્થાત રૂ. 4 હજાર કરોડ આસપાસ છે. 75 ટકા રમકડાંની આયાત થાય છે, જેમાંથી મોટા ભાગનાં રમકડાં ચીનમાંથી આવે છે. કુલ આયાતના 1-2 ટકા આયાત અન્ય દેશમાંથી થાય છે. પ્રધાનમંત્રીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્થાનિક વેપાર વધારવા અને સ્ટાર્ટઅપ શરૂ કરવા પર જોર કર્યું છે.

આ સંદર્ભે ધ ટોય એસોસિયેશન ઓફ ઈન્ડિયાના કો-ઓર્ડિનેટર એન.કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસમાં સ્વદેશી રમકડાંની માગ ¼ વધી છે. હાલ દેશી રમકડાંની તુલનાએ આયાત રમકડાં 40 ટકા સસ્તાં છે, પરંતુ રમકડાં ઈન્ડસ્ટ્રી ચીન સાથે હરીફાઈ કરવાની તૈયારી કરી રહી છે, જેના માટે સરકાર પાસેથી જમીન, સ્ટેમ્પ, બેન્ક લોન, સોલર પ્લાન્ટ, લીઝ રેન્ટ વગેરેમાં છૂટ આપવા માગ કરાઈ છે.

ઈન્ડસ્ટ્રી અનુસાર, આગામી 2થી 3 વર્ષમાં રૂ. 16 હજાર કરોડનું સ્વદેશી માર્કેટ બનશે, જેની સાથે રમકડાંની નિકાસ પણ શરૂ કરી શકે છે. દિલ્હી મેઈન રમકડાં માર્કેટ તેલીવાડાના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ચીનમાંથી રમકડાંની આયાત ઘટી છે. સરકારે રમકડાંના વેપારીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. દેશભરમાં સંગઠિત રૂપે રમકડાં બનાવતા આશરે 400 મોટા યુનિટ છે, જેમાં ઉત્તરપ્રદેશના નોઈડા, ગ્રેટર નોઈડા ઉપરાંત દિલ્હી, મુંબઈ, રાજકોટ, કોપલ (કર્ણાટક) ટોચ પર છે.

અસંગઠિત સેક્ટરમાં રમકડાંના ગૃહઉદ્યોગની સંખ્યા આશરે 10 હજારની આસપાસ થવાની સંભાવના છે, પરંતુ હવે દેશમાં સૌથી મોટાં રમકડાંના ઉત્પાદનનુ હબ ગ્રેટર નોઈડા બનવા જઈ રહ્યું છે. અહીં 100 એકરનો ટોય પાર્ક બનાવવાની યોજનાની જાહેરાત થઈ હતી. ફરી માગ વધતાં રિલોન્ચિંગની તૈયારી થઈ રહી છે. હાલ અહીં 18 યુનિટ કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here