ગેસ્ટ હાઉસની બહાર નીકળતા પ્રેમી પંખીડા સામે પોલીસ બની તોડ કરતી ટોળકી ઝડપાઇ

0
55

પૂર્વ અમદાવાદના સીટીએમ વિસ્તાર તેમજ નેશનલ હાઈ-વે નંબર 8 પર આવેલા ગેસ્ટ હાઉસની બહાર તોડ કરતી નકલી પોલીસની ટોળકીને અસલી પોલીસે પકડી લીધી છે. રામોલ પોલીસે એક યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકી બે આરોપી અગાઉ નકલી પોલીસ બનવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે.

રામોલ પોલીસને બાતમી મળી હતી કે, એસ.પી.રીંગ રોડ અને એક્સપ્રેસ વે પાસે કેટલાક શખ્સો પોલીસની ખોટી ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. જેથી રામોલ પોલીસે બાઈક પર જઈ રહેલા અજગરઅલી એનાયતઅલી સૈયદ (ઉ.40 રહે. અલીફનગર, સાલાની મસ્જીદ પાસે, વટવા), અહેમદ મહેબુબખાન પઠાણ (ઉ.48 રહે. અંસારનગરના છાપરા, સુંદરમનગરની પાસે, બાપુનગર) અને ફિરોઝ અલીહુસેન શેખ (ઉ.34 રહે. અકબરનગરના છાપરા, એસપી ઓફિસ પાછળ, ગરીબનગર, રખિયાલ)ને ઝડપી લીધા હતા.

ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે, સીટીએમ વિસ્તારમાં હોટલ-ગેસ્ટ હાઉસમાંથી નિકળતા કપલને રોકી પૂછપરછના બહાને પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવે છે. આ ઉપરાંત વાહન ચાલકો પાસેથી માલિકીના કાગળો માંગી તેમને ડરાવી આ ટોળકી રૂપિયા પડાવતી હતી. રામોલ પોલીસે રાકેશ ગોરધનભાઈ પટેલ (રહે. શ્રીનાથ એપાર્ટમેન્ટ, નેશનલ હેન્ડલુમ મોલની સામેષ નવા વાડજ)ની ફરિયાદ આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.રાકેશ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, બાઈકના દસ્તાવેજો માંગી તમે શું ધંધા કરો છો તેમ કહી ત્રણેય આરોપીઓએ રૂપિયા 20 હજાર પડાવી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી અજગરઅલી અને ફિરોઝ અગાઉ અનુક્રમે ઈસનપુર તથા ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં નકલી પોલીસના કેસમાં તેમજ અહેમદ અગાઉ ચેઈન સ્નેચીંગના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર નકલી પોલીસની ટોળકી પંદરેક સભ્યોની બનેલી છે અને જુદાજુદા વિસ્તારમાં લોકોને પોલીસના નામે રોકી તોડ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here