જૂનાગઢ : પ્રેમીએ પરિણીત પ્રેમિકાની સરેઆમ ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા

0
8

જૂનાગઢ શહેરમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમીએ તેની પરિણીત પ્રેમિકાની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. જૂનાગઢમાં દોલતપરા જીઆઇડીસી વિસ્તારમાં શાકભાજીની દુકાને ખરીદી કરી રહેલ એક મહિલાની સરાજાહેર તેના જ પ્રેમીએ છરીના આડેધડ 10 જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ જીઆઇડીસી 2માં રહેતી ભાવનાબેન સોનુ ગોસ્વામી (ઉ. 29) નામની પરણિતા ગઇકાલે સાંજે ચાર વાગ્યાના અરસામાં ઘર નજીકજ આવેલી દુકાને શાક લેવા ગઇ હતી. એ વખતે તેનો પૂર્વ પ્રેમી સંજય પ્રવિણ ગોસ્વામી (રે. લાઠી) બાઇક પર ધસી આવ્યો હતો. અને તેને પેટમાં, ગળામાં અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ સંજય ત્યાંજ ઓટલે બેસી ગયો હતો. અને વેપારીને કહ્યું હતું કે, પોલીસને ફોન કરો. પોલીસ આવતાંજ તેણે પોતાની પાસેથી છરી અને પોતાને એ ડિવીઝનનાં પીએસઆઇ વી. આર. ચાવડાને હવાલે કરી દેતાં પોલીસે તેની અટક કરી હતી.

સંજય અને ભાવના વચ્ચે છેલ્લા 6થી 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો. સંજય લાઠીમાં હીરા ઘસવાનું કામ કરતો અને ભાવનાના પહેલા લગ્ન થઈ ગયા હતા. પહેલા લગ્નથી તેને પુત્ર જસ્મીન અને બે પુત્રીઓ મહેક અને તનીષા એમ 3 સંતાનો થયા હતા. પણ પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ તે બગસરામાં ત્રણેય સંતાનો સાથે રહેતી હતી.