- Advertisement -
દાંતીવાડા: દાંતીવાડા નજીક મોડી રાત્રે સુરતથી જાલોર તરફ જતી એક રાજસ્થાનની લકઝરી બસ (RJ-09PA-4507) પલ્ટી ખાઈ જતા બસમાં સવાર 40 જેટલા મુસાફરોમાંથી 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ઈજા
ઘટનાના પગલે દોડી આવેલા લોકોના ટોળાએ રેસ્ક્યુ હાથ ધરી બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી રાહુલ ચૌહાણ અને પાઇલોટ શાહનવાઝ મકરાણીએ સારવાર અર્થે પાંથાવાડા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની ના નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.