Friday, August 6, 2021
Homeવીડિયો વાઇરલ : મધપ્રદેશના સબ ઇન્સ્પેક્ટરે અજય દેવગણની જેમ બે ગાડીની વચ્ચે...
Array

વીડિયો વાઇરલ : મધપ્રદેશના સબ ઇન્સ્પેક્ટરે અજય દેવગણની જેમ બે ગાડીની વચ્ચે ઊભા રહી કર્યો સ્ટંટ,

મધ્યપ્રદેશ. મધપ્રદેશના સબ ઇન્સ્પેક્ટર મનોજ યાદવનો એક વીડિયો વાઇરલ થયો છે. તેમાં પોલીસ ઓફિસર અજય દેવગણની જેમ બે ગાડીની વચ્ચે ઊભા રહીને સ્ટંટ કરી રહ્યા હતા. લોકડાઉનમાં ડ્યુટી પરથી સમય કાઢીને નરસિંહગઢ પોલીસ ચોકીના ઇન્ચાર્જ મનોજ યાદવે આ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા દમોહ જિલ્લાના ઓફિસરે કાર્યવાહી કરીને મનોજ યાદવને દંડ ફટકાર્યો છે.

વીડિયોમાં મનોજ યાદવ અજય દેવગણની ફિલ્મ ‘સિંઘમ’ના ટાઇટલ સોન્ગ પર ગોગલ્સ પહેરીને ગાડી પર ઊભા રહીને સ્ટંટ કરી રહ્યો હતો. વીડિયો વાઇરલ થયા બાદ તેની ગંભીરતાને ધ્યાનમાં લેતા આ બાબતે તપાસની માગ કરવામાં આવી. દમોહ જિલ્લાના પોલીસ ઓફિસર હેમંત ચૌહાણે તપાસ હાથ ધરી. મનોજ યાદવને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

અજય દેવગણનો આ સિગ્નેચર સ્ટેપ તેણે 1991ની ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’માં બાઈક પર કર્યો હતો. આ સિવાય રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ગોલમાલમાં ગાડી પર આ સ્ટંટ કર્યો હતો. ‘સન ઓફ સરદાર ફિલ્મમાં બે ઘોડા પર આ સ્ટંટ કર્યો હતો. ઉપરાંત ‘દે દે પ્યાર દે ફિલ્મમાં પણ ગાડી પર અજય દેવગણે આ સ્ટંટ કર્યો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments