દહેગામ : એસટી સ્ટેન્ડથી ફાયર સ્ટેશન સુધીનો મુખ્ય માર્ગનુ કામ પુર જોશમા ચાલતા લોકોમા ભારે ખુશી

0
16

દહેગામ એસટી સ્ટેન્ડથી ફાયર સ્ટેશન સુધીનો મુખ્ય માર્ગ ૧ કરોડને ૨૧ લાખના ખર્ચે રોડની કામગીરી સારી થતા વેપારીઓમા ભારે ખુશી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી સ્ટેન્ડથી ફાયર સ્ટેશન સુધીનો રોડ ઘણા સમયથી સારો ન હતો અને તેને માટે નગરપાલિકાના પ્રમુખ બીમલભાઈ અમીન અને ધર્મેંદ્રભાઈ, મનીષભાઈ, ગીતાબેન તેમજ તમામ નગરપાલિકાના સહયોગથી આ માર્ગ ૧ કરોડ ૨૧ લાખના ખર્ચે મંજુર કરવામા આવ્યો હતો.

બાઈટ : બીમલભાઈ અમીન, નગરપાલિકા પ્રમુખ, દહેગામ

છેલ્લા એક વીસેક દીવસથી આ માર્ગનુ કામ પુર જોસમા ચાલી રહ્યુ છે ત્યારે આ માર્ગ બંધ કરતા વાહન ચાલકો અને આમ જનતાને થોડી તકલીફનો સામનો કરવો પડ્યો હતો પરંતુ રોડ સારો અને મજબુત બને તેના માટે નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરોએ હાજરી આપીને અને સારુ મટેરીયર વપરાઈને સારી કામગીરી થાય તેના માટે નગરપાલિકાનુ તંત્ર તેમજ સ્થાનિક વેપારીઓના સહયોગથી આ રોડ અડધો તૈયાર થયો છે તેના માટે વેપારીઓએ પણ સારો સહકાર આપીને રોડ ઉપર પાણી છાંટવાની અને અન્ય કામગીરીમા સહભાગી બન્યા છે અને આજે આ માર્ગ ખુબ જ સારો બની જતા વેપારીઓમા પણ ભારે ખુશી વ્યાપી જવા પામી છે.

બાઈટ : અતુલભાઈ શાહ, વેપારી, દહેગામ

નગરપાલિકાના તંત્રની આવી કામગીરીને પણ વેપારીઓ દ્વારા બીરદાવવામા આવી રહી છે. આમ આ માર્ગનુ કામ હાલમા પુર જોસમા ચાલી રહ્યુ હોવાથી ટુક સમયમા જ આ માર્ગ તૈયાર થઈ જશે તેવી માહિતી નગરપાલિકાના પ્રમુખે આપી છે અને તેના માટે સૌ વેપારીઓએ પણ સારો સહકાર આપ્યો છે. તેના માટે નગરપાલિકા તંત્ર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામા આવ્યો છે. આમ આજે આ રોડ ઉપર આવતા જતા લોકોમા પણ સારી કામગીરીનો અહેસાસ થઈ રહ્યો છે.

બાઈટ : જયેંદ્રભાઈ ભાવસાર, વેપારી, દહેગામ

 

  • આ મુખ્ય માર્ગ અંદાજીત ૧ કરોડ ૨૧ લાખના ખર્ચે મંજુર થતા આજે આ માર્ગનુ અડધુ કામ થઈ જવા પામ્યુ છે અને અડધુ કામ ટુંક સમયમા થઈ જશે
  • દહેગામ એસટી સ્ટેન્ડથી ફાયર સ્ટેશન સુધીનો મુખ્ય માર્ગ ૧ કરોડને ૨૧ લાખના ખર્ચે રોડની કામગીરી સારી થતા વેપારીઓમા ભારે ખુશી
  • દહેગામ સેવાસદન કચેરીથી વીજેદવે હાઈસ્કુલ જવાના મુખ્ય માર્ગનુ કામ પુર જોશમા ચાલતા સ્થાનિક વેપારીઓ અને જનતામા ભારે ખુશીનો માહોલ
  • દહેગામ નગરપાલિકા દ્વારા આ રોડનુ પેવર કામ થતા લોકોમા ભારે ખુશી વ્યાપી જવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here