દહેગામ : સેવાસદન કચેરીથી જવાના મુખ્ય માર્ગ પેવર બનાવવા માટે કામકાજ શરૂ,

0
37

દહેગામ નગરપાલિકા વિસ્તારમા આવેલ સેવાસદન કચેરીથી જવાનો મુખ્ય માર્ગ પેવર બનાવવા માટે કામકાજ શરૂ થતા દહેગામ તાલુકાની જનતામા અને શહેરની જનતામા વ્યાપેલી ખુશી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારમા આવેલ સેવાસદન કચેરીથી વીજેદવે હાઈસ્કુલ જવાનો મુખ્ય માર્ગ કેટલાય સમયથી ભંગાર હાલતમા હતો. તેને અનુસરીને દહેગામ નગરપાલિકાના પ્રમુખ બીમલ અમીને  તેમજ  નગરપાલિકા ના સદસ્યો ભેગા મળીને આ મુખ્યમાર્ગ પેવર માટે મંજુરીની મહેર મારી હતી ત્યારે આજે આ મુખ્ય માર્ગ પેવર કરવા માટે આજથી ખોદકામ શરૂ કરી દેતા આ માર્ગનુ કામકાજ આજથી શુભારંભ થતા તાલુકાની જનતા અને નગરની જનતામા ભારે ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. અને  આ રોડ ઉપર ખોદકામ શરૂ થતા આ રસ્તો વાહન ચાલકો માટે બંધ કરવામા આવ્યો છે તેથી વાહન ચાલકોને તકલીફ પડશે પરંતુ આ રસ્તો પેવર બનશે ત્યારે વાહન ચાલકો માટે આર્શીર્વાદ સમાન બની જશે અને આ માર્ગ ઉપર જે શાકભાજીની લારીઓ વાળા ઉભા રહે છે તેમને યોગ્ય જગ્યાએ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામા આવે તો ટ્રાફીક સમસ્યાનો પ્રશ્ન હલ થાય. અને દહેગામના નગરપાલિકા પ્રમુખ બીમલભાઈ અમીન અને પીંટુભાઈ અમીન નગરપાલિકાના કેટલાક રસ્તાઓની ગ્રાંટો લાવીને નવા પેવર બનાવતા શહેરની જનતામા આવા પ્રમુખની ભારે સરાહના થવા પામી છે.

  • દહેગામ સેવાસદન કચેરીથી વીજે દવે હાઈસ્કુલ જવાના રોડનુ પેવર કામ શરૂ થતા લોકોમા ખુશી
  • દહેગામ નગરપાલિકાના પ્રમુખ બીમલ અમીને લોકોની સમસ્યાની સમાધાન માટે આ રોડ પેવર માટે મંજુરીની મહેર મારી હતી
  • નગરપાલિકાના પ્રમુખે દહેગામ શહેરના કેટલાય માર્ગો મંજુર કરાવતા નગરવાશીઓમા વ્યાપેલી ભારે ખુશી
  • દહેગામ નગરપાલિકાના પ્રમુખની સારી કામગીરીની સરાહના થવા પામી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here