નવો વિવાદ : કવિતા કૌશિકનો આરોપ- FIR સિરિયલના મેકર્સ તેને હરિયાણવી પોલીસનો રોલ પ્લે કરવા નથી દેતા, કેસની ધમકી આપી રહ્યા છે

0
0

નિપોટિઝમ અને કેમ્પિંગને લઈને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકો પર સવાલ ઉઠી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ આ મુદ્દો બોલિવૂડથી લઈને નાના પડદા સુધી પહોંચી ગયો છે.

FIR સિરિયલના ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાના રોલથી ફેમસ થયેલ કવિતા કૌશિકનો આરોપ છે કે માત્ર નિપોટિઝમ જ નહીં પણ બીજી ઘણી રીતે એક્ટર્સને હેરાન કરવામાં આવે છે. તેના જણાવ્યા મુજબ, સ્ટારકિડ્સ પર બોલવું બેકાર છે. બધાએ મુખ્ય વાત વિરુદ્ધ અવાજ ઉઠાવો જોઈએ.

ગંભીર આરોપ- હરિયાણવી પોલીસનો રોલ રિપીટ કરવા નથી દેતા 

કવિતાનો આરોપ છે કે તેનો શો FIR બંધ થયો તેને પાંચ વર્ષ થઇ ગયા છે. પરંતુ મેકર્સ હજુ પણ તેને બીજે ક્યાંય આવો રોલ પ્લે કરવા દેતા નથી. તેણે ટ્વીટ્સની હારમાળા બનાવી તેની આપવીતી વ્યક્ત કરી.

કવિતાએ લખ્યું કે, કાલે જ મને યાદ કરાવવામાં આવ્યું કે મેં ક્યાંય પણ હરિયાણવી પોલીનો રોલ રિપીટ કર્યો તો મારા પર કેસ ફાઈલ કરવામાં આવશે. જ્યારે શો પૂરો થયો તેને 5 વર્ષ થઇ ગયા છે. આટલું જ નહીં, દર્શકોની જબરદસ્ત ડિમાન્ડ હોવા છતાં પણ શોને ફરી શરૂ કરવામાં આવી રહ્યો નથી. ને તમે મૂવી માફિયાથી વાત કરી રહ્યા છો. ક્યૂટ.

તેણે આગળ લખ્યું કે, જ્યારે મેં જણાવ્યું કે હરિયાણવી લેડી કોપ અને પંજાબી મેલ કોપના કન્સેપ્ટ પર એક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહી છું તો મને ચોખ્ખુ આ કહેવામાં આવ્યું. પછી મેં તેમને યાદ અપાવ્યું કે કઈ રીતે મેં તેમને મરાઠી કોપને રિપ્લેસ કરી હરિયાણવી કોપ ચંદ્રમુખીનો આઈડિયા આપ્યો હતો તો તેમણે તરત કહી દીધું કે ત્યારે તમને તેના પૈસા આપવામાં આવ્યા હતા.

ચેનલ/પ્રોડ્યુસર કોન્ટ્રાક્ટની જાળને પણ એન્જોય કરે છે 

છેલ્લા ટ્વીટમાં કવિતાએ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે એક્ટર્સ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમાં માત્ર સગાવાદ જ નથી. ચેનલ અને પ્રોડ્યુસર રોયલ્ટી, એક્ટર્સ અને ટેક્નિશિયન દ્વારા મળીને બનાવવામાં આવેલ પ્રોડક્ટ્સના રાઇટ્સ, બદનામ કરવાની તાકાત અને કોન્ટ્રાક્ટની જાળને પણ એન્જોય કરે છે. સ્ટારકિડ્સ પર અમસ્તા નિશાન તાકવાને બદલે સાચા મુદ્દાઓ પર અવાજ ઉઠાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here