વલસાડ : કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર ખેરગામના મામલતદારે દંડ ભર્યો

0
3

શાબાસ : કાયદો બધા માટે સરખો ‘સરકારી અધિકારી હોય કે પ્રજા’ : કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર ખેરગામના મામલતદારે દંડ ભર્યો.

ખેરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન આપતી વેળા મામલતદાર માસ્ક વગર દેખાયા હતા.

ખેરગામ : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં કોરોનાં વાયરસના કારણે સરકારી ગાઈડલાઇનનો અમલ કરાવવા માટે તંત્ર મથી રહ્યું છે. માસ્ક વગર અને કોરોનાની ગાઈડલાઇનનો ભંગ કરનારા સામે તંત્ર કાર્યવાહી કરે છે. પરંતુ કેટલાક સરકારી અમલદારો તેનો અમલ કરતા નથી. ત્યારે ખેરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા તાઉ-તે વાવાજોડામાં ખેડૂતોને નુકશાન થયા બાબતે મામલતદારને આવેદન આપતી વેળા મામલતદાર માસ્ક વગર નજરે પડયા હતા. જે અંગે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતા મામલતદાર નિરીલ મોદીએ ખેરગામ પોલીસમાં સામેથી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ 1000 રૂપિયાનો દંડ ભરી દીધો હતો.

કોરોના મહામારીનો નાથવા માટે કોરોનાની સરકારે બહાર પાડેલી કોરોનાની ગાઈડલાઇનનો અમલ કરવો જરૂરી છે. તેમ છતાં કેટલાક નેતાઓ અને સરકારી અમલદારો જ કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરતા નથી. ત્યારે આમ પ્રજામાં શું દાખલો બેસાડી શકે? એ મોટો પ્રશ્ન છે. ખેરગામ તાલુકામાં હાલમાં તાઉ-તે વાવાઝોડાના કારણે ખેડૂતોને નુકશાન થયા બાબતે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેરગામ મામલતદાર નિરીલ મોદીને આવેદનપત્ર પાઠવા માટે ગયા હતા. ત્યારે મામલતદાર આવેદન સ્વીકારતી વેળા માસ્ક વગર નજરે પડયા હતા. આ અંગેના અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતા મામલતદાર નિરીલ મોદીએ ખેરગામ પોલીસમાં સામેથી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ 1000 રૂપિયાનો દંડ ભર્યો હતો.

 

રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWSખેરગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here