મહેસાણા : મોબાઇલ ચોરતાં ઝડપાયેલા શખ્સને લોકોએ દોરડાથી થાંભલે બાંધી દીધો

0
0

મહેસાણામાં રાધનપુર ચોકડીથી વેપારીના ખિસ્સામાંથી મોબાઇલ સેરવીને ભાગેલા બે પૈકી એક ચોરને ઝડપી દુકાનના થાંભલે બાંધી દીધો હતો. બાદમાં બી ડિવિજન પોલીસને સોંપાયો હતો. કુરિયરનો વ્યવસાય કરતા ધર્મેશ ભાવસાર શનિવારે સવારે 7.30 વાગે તેમને ત્યાં કામ કરતાં ભાઇને બસમાં બેસાડવા રાધનપુર ચોકડી ગયા હતા. અહીં બસ આવતાં તેમણે બસમાં સામાન આપવા બે હાથ ઉંચા કરતાં બે ગઠિયાએ તેમનો મોબાઇલ સેરવી લીધો હતો.

જે તેઓ જોઇ જતાં પકડવા પ્રયાસ કર્યો હતો. જેમાં એક શખ્સ મોબાઇલ ફેંકીને ભાગી ગયો હતો, જ્યારે તેમના હાથે ઝડપાયેલા બીજા શખ્સને પોલીસ ચોકી લઇ ગયા હતા. પરંતુ પોલીસ હાજર ન હોઇ વેપારી ચોરનેરિક્ષામાં બેસાડી મોઢેરા ચોકડી સ્થિત ઓફિસે લઇ ગયા ત્યારે ચોરીની વાત જાણી લોકોએ મારવાની વાત કરતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આથી ચોરને તેમણે સિમેન્ટના થાંભલે દોરડાથી બાંધી બી ડિવિજન પોલીસને જાણ કરી હતી. પોલીસે ચોરીના ગુનામાં કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here