રાજકોટ : અતુલ મોટર્સના મેનેજરે જાણ બહાર 25 જૂની કાર વેચી 84.84 લાખની છેતરપિંડી આચરી.

0
7

રાજકોટના અતુલ મોટર્સવાળા અતુલભાઇ ચાંદ્રાએ પોતાની જ કંપનીના અમદાવાદમાં ટ્રુ વેલ્યુ શો રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રાજકોટના પરેશ કરસનભાઇ રાઠોડ સામે A ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પરેશે જૂની 25 કાર પોતાની જાણ બહાર વેચી 84,84,257 રૂપિયાની છેતરપિંડી આચરી છે. પરેશ રાજકોટમાં એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટીમાં રોયલ ઓચિંડ એપાર્ટમેન્ટમાં રહે છે.

પોતાના પિતાની સ્વરપેટીમાં ખર્ચ કર્યાની કબૂલાત આપી હતી

આરોપી પરેશ રાઠોડે અમદાવાદ ખાતે મેનેજરની નોકરી વખતે 25 અલગ અલગ જૂની કાર કંપીનીની જાણ બહાર વેંચી નાંખી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ કાર કન્ડમ થઇ ગયાનું કરી તેમજ બોગસ રિસિપ્ટ ઉભી કર્યાનું ફરીયાદમાં જણાવાયું છે. પરેશે અગાઉ પોતે વેચેલી કારની રકમ અંગત ઉપયોગમાં અને બાદમાં પિતાજીના સ્વરપેટીના ઓપેરશન ખર્ચમાં વાપરી હોવાની કબૂલાત આપી હતી. આ સમગ્ર મામલે A ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે રીતે 25 ગાડીની બોગસ રિસીપ્ટ બનાવી વહેંચી હતી. જેમાં 25 ગાડીની કુલ કિંમત રૂપિયા 67,42,980 કંપનીની જાણ બહાર વેચાણ કરી કંપનીમાં પૈસા જમાં કરાવ્યા નહીં. જે પૈસા પોતાના અંગત લાભ માટે વાપરી નાખ્યા છે  તેમજ અગાઉની બાકી નીકળતી રકમ રૂ. 8,26,497 અને ક્લેઇમ પેટે નીકળતી રકમ રૂ. 9,14,497 મળીને કુલ રૂ. 84,84,25ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.