અપકમિંગ : મારુતિ સ્વિફ્ટમાં ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આવશે, કાર સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ હશે

0
0

દિલ્હી. મારુતિ સ્વિફ્ટ ભારતની સૌથી પોપ્યુલર હેચબેક ગાડીઓમાંની એક છે. ભારતમાં આ કાર ફેમિલી કાર બાયર્સ સાથે યંગસ્ટર્સ પણ બહુ પસંદ કરી રહ્યા છે. આ કાર 15 વર્ષથી ઓટોમોબાઇલ માર્કેટમાં ચાલે છે અને અત્યારે આ કારનું થર્ડ જનરેશન મોડેલ સેલ માટે ઉપલબ્ધ છે. નવાં એમિશન નોર્મ્સ લાગુ થયા બાદ કંપનીએ આ કારને BS6 એન્જિન સાથે પણ લોન્ચ કરી હતી. તો હવે સમાચાર મળી રહ્યા છે કે મારુતિ આ કારને નવા 1.2 લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરશે.

સ્વિફ્ટને બલેનોનું એન્જિન મળશે

સ્વિફ્ટમાં જે એન્જિન મારુતિ આપવામાં જઈ રહી છે તે એન્જિનનો ઉપયોગ હેચબેક કાર બલેનોમાં પહેલેથી કરવામાં આવી ચૂકી છે. હવે મારુતિની સૌથી પોપ્યુલર હેચબેકમાં પણ ટૂંક સમયમાં જ આ એન્જિન જોવા મળશે.

સ્વિફ્ટ સ્માર્ટ હાઇબ્રિડ સિસ્ટમથી સજ્જ હશે

આ કારમાં બલેનોનું એન્જિન નાખવાનો એક અર્થ એ પણ છે કે આ કાર હવે મારુતિની સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ હશે. આ ટેક્નોલોજી કારમાં ટોર્ક આસિસ્ટની જેમ કામ કરે છે અને તેનાથી ફ્યુલ એફિશિયન્સી પણ વધે છે.

પાવર અને એવરેજ

નવું ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન 90PS પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ગિયરબોક્સના ઓપ્શન આપવામાં આવ્યા છે. તેની એવરેજ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે લિટર દીઠ 23.26 કિમી અને AMT સાથે 24.12 કિમી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here