સુરતમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીની માસ પ્રમોશનથી ખુશી માતમમાં ફેરવાઈ

0
10

અલથાણમાં ધોરણ-12 એક વિદ્યાર્થીનું શંકાસ્પદ રીતે મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ટ્રાન્સપોટરના વેપારીનો પુત્ર શુક્રવારની રાત્રે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યાં બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં 3 કલાકની ટૂંકી સારવાર બાદ મોતને ભેટતા પોલીસે મૃત્યુનું સાચુ કારણ જાણવા પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ પિતા 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહી સાજા થયા બાદ 30મી મેંના રોજ જ ઘરે આવ્યાં હતાં.માસ પ્રમોશન થયુ હતુ

મૃતક લલિતના પિતા સુરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, લલિત ધોરણ-12માં અભ્યાસ કરતો હતો. હાલ બધાને જ માસ પ્રમોશન મળ્યા બાદ લલિત ખૂબ જ ખુશ હતો. ગઈકાલે સાંજે લલિત ઘરના બાથરૂમમાં ગયા બાદ કંઈ અવાજ આવતા એના નાના ભાઈએ બાથરૂમનો દરવાજો ખખડાવી એની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઈ રિસ્પોન્સ ન મળતા બુમાબુમ કરી તમામને ભેગા કરી દીધા હતાં.પડોશીઓએ તાત્કાલિક દોડી આવી બાથરૂમની વેન્ટિલેટરની બારી તોડી એક નાના બાળકને બાથરૂમમાં ઉતારી અંદરથી દરવાજો ખોલ્યો હતો.

પાસ થયા બાદ લલિત(સર્કલમાં) ખુશ રહેતો હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું.
પાસ થયા બાદ લલિત(સર્કલમાં) ખુશ રહેતો હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું.

 

મૃતદેહ વતન લઈ જવાયો

લલિત બાથરૂમમાં ઉંધો જમીન પર પડેલી હાલતમાં મળી આવતા એને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. લલિતનું હાર્ટ બંધ થઈ ગયું હોવાથી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પમ્પીંગ કરી હાર્ટ ચાલુ કર્યું હતું .જોકે ગણતરીના કલાકોમાં લલિતનું મોત નિજપતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં. લલિતના મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમ બાદ લલિતના મૃતદેહને અંતિમ વિધિ માટે વતન હરિયાણા લઈ જવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here