કોરોના સામે મેચ જીતવાની છે : મોદીએ સ્પોર્ટ્સપર્સન સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી, સચિન-સિંધુ સહિત 40 ખેલાડીઓ સામેલ થયા

0
7

સ્પોર્ટ્સ ડેસ્ક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્પોર્ટ્સપર્સન સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં કોરોના વાઈરસના કારણે સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા કરી હતી. તેમાં BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને એમએસ ધોની સહિત 40 ખેલાડીઓ સામેલ થયા હતા. આ દરમિયાન મોદીએ બધા ખેલાડીઓને કોરોના સામેની લડાઈમાં પોતાના ફેન્સ સામે આવીને સાવધાની રાખવાની અપીલ કરવા કહ્યું હતું. આ પહેલા પણ મોદીએ રમત જગતના દિગ્ગજોને કોરોના સામેની જંગ માટે દાન કરવા અપીલ કરી હતી.

તે પહેલા મોદીએ દેશવાસીઓ સાથે 11 મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. આ કહી તેમણે કહ્યું- તમસો માજ્યોર્તિગમય. પીએમ મોદીએ આ મેસેજદ્વારા છેલ્લા 12 દિવસથી ઘરમાં રહેલા લોકોને મોટિવેટ અને તેમને કોરોના સામેની આગળની લડાઈ લડવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

કોરોના વાઈરસના આજે 7 નવા કેસ રાજસ્થાનમાં સામે આવ્યા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2579 થઈ ગઈ છે. 191 લોકો સ્વસ્થ થયા છે અને 72 લોકોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે દેશભરમાં 786 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ એક દિવસમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. જેના એક દિવસ પહેલા બુધવારે દેશમાં આ સંક્રમણના 424 કેસ સામે આવ્યા હતા. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here