કોરોના ગાઇડલાઇનના ભંગ મામલે મેયરના દિયર પણ થયા બેફિકર, કર્ફ્યૂમાં ધમધમે છે ફૂડ સ્ટોલ

0
16

ગુજરાત હાઇકોર્ટ કોરોના ગાઇડલાઇનના નિયમોનું પાલન કરાવવા રાજ્ય સરકાર પર દબાણ કરે છે. અને તેના પગલે ભાજપના એક પૂર્વ મંત્રી કાંતિ ભાઇ ગામિતની ધરપકડ થઇ છતાં ભાજપના નેતાઓ તેમાંથી કોઇ બોધ પાઠ લેવાને બદલે અમારૂ કોઇ શું બગાડી લેશે તેવી માનસિકતા સાથે અમદાવાદના મેયર બીજલ બેન પટેલના પારિવારીક દિયર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં પણ ખાનીપીણીની દુકાન ધમધમે છે. જ્યારે બીજી તરફ પોલીસ અગાઉની જેમ ટકર ટકર જોયા કરતી હોય તેવા આરોપો લાગ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂમાં મેયરના દિયરની વગ ઉડીને આંખે વળગી રહી છે. મેયરના દિયરનો ફૂડ સ્ટોલ મહામારી સમયે પણ રાત્રી દરમિયાન ધમધમે છે. મેયરના દિયર પ્રતિક પોચીયા સામે તંત્ર લાચાર હોય તેમ ક્યાંક લાગી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણ કૂદકેને ભ્રૂસકે વધી રહ્યા છે. ત્યારે મેયરના દિયર બેરોકટોક પાલડી ગામમાં રાત્રી કર્ફ્યૂમાં પણ ફૂડ કોર્ટ ચલાવે છે. એટલું જ નહીં પણ અહીં કાયદેસર કર્ફ્યૂમાં પણ ભીડ જામે છે. ત્યારે પ્રશ્ન થાય કે સામાન્ય લોકો સામે કડક કાર્યવાહી કરતું તંત્ર કેમ લાચાર?

આ અંગેનો એક વીડિયો પણ વાયર થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેયર બીજલ પટેલના દિયરનું પાલડી ગામમાં રાતે ફૂડ કોર્ટ ચાલી રહ્યું છે. વીડિયોમાં મોડી રાતે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.

જો તંક્ર દ્વારા આ પ્રકારની બેદરકારી દાખવામાં આવશે તો કેવી રીતે મહામારીને અટકાવશું ? ખુદ વડાપ્રધાન તેમજ સીએમ રૂપાણી પણ મહામારી સામે જનતા તેમજ નેતાઓએ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા કહે છે. છતાં લોકો ગંભીરતાથી લેતા નથી.

જણાવી દઇએ, દિવાળી તહેવાર બાદ રાજ્યમાં મહામારીનું સંક્રમણ વધ્યું છે. એમાં ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા 15 દિવસથી 300ની આસપાસ કે તેનાથી વધુ કેસ નોંધાયા છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં 298 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં 34 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે. રાત્રી કર્ફ્યૂ છતાં સંક્રમણમાં ઘટાડો નથી થઈ રહ્યો. શહેરમાં કોરોનાથી કુલ 2087 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. છેલ્લા 14 દિવસમાં અમદાવાદમાં 145 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here