વડોદરા : મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આવતીકાલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મળશે.

0
7

વડોદરા મહાનગરપાલિકાની આવતીકાલે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં કરોડો રૂપિયાના વિકાસના કામોને મંજૂરી અપાશે. જેમાં મોટાભાગે રોડ-રસ્તા, પાણી અને ડ્રેનેજ લાઇનના કામો રજૂ થયા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સાંજે 4:30 કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન સ્થાયી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક દરમિયાન મંજૂરી મેળવવા માટે 23 કામો રજૂ કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

આ બેઠક દરમિયાન મંજૂરી મેળવવા માટે 23 કામો રજૂ કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

હરણી અને દરજીપુરા વિસ્તારમાં ડીઆઈ ડીલીવરી લાઈનનું નેટવર્ક નાખવાનું કામ ઇજારદાર એસ.કે. મકવાણા કંપનીને 16.12 % ઓછા મુજબ 1.14 કરોડના ભાવપત્રને મંજૂરી આપવી.

વડોદરાની પાણીની ટાંકીઓ ખાતે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના કામે ઇજારદાર હરસિદ્ધી કન્સ્ટ્રક્શનના 13.40 % ઓછા મુજબ 1.50 કરોડના ભાવ પત્રને મંજૂરી આપવી.

તાંદલજા ટાંકીથી સનફાર્મા રોડ સુધી 600 એમ એમ એચ.એસ ફિડર લાઈન નાખવા ઇજારદાર બીડી સોરઠીયા કંપનીના 23.90 % વધુ મુજબ 1.79 કરોડના કામને ભાવપત્રને મંજૂરી આપવી.

વહીવટી વોર્ડ નં-9 અને 2માં પાણી લાઇનો નિભાવાણીનો વાર્ષિક ઈજારો રિયા એન્ટરપ્રાઇઝ ના 5% ઓછા મુજબ 1.20 કરોડના ભાવ પત્રને મંજૂરી આપવી.

ચારેય ઝોનમાં રસ્તાઓના સેન્ટ્રલ ડિવાઈડર પેવર બ્લોક કારપેટ વરસાદી ગટર સહિતના કામે ઇજારદાર ગાયત્રી કન્સ્ટ્રક્શન, શિવમ કન્ટ્રક્શન અને શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના 41 કરોડ ઉપરાંતના ભાવપત્રને મંજૂરી આપવી.

ફાયર બ્રિગેડમાં પાંચ વાહનો ખરીદવા 40 લાખ ઉપરાંતના કામને મંજૂરી આપવી.

મ્યુનિસિપલ સભાસદોએ કોરોનાની સારવાર દરમિયાન રજૂ કરેલા બિલો 4 લાખની મર્યાદામાં ચુકવણીને મંજૂરી આપવી.

ઢોર ડબ્બા માટે ઘાસચારો ખરીદવા વેપારી હરિવદન પટેલ પાસેથી 37.80 લાખની મર્યાદામાં વાર્ષિક ઇશારાથી મંજૂરી મળી હતી. જે પૂર્ણ થતાં જરૂરિયાતને ધ્યાનમાં લઇને આગામી સમય માટે 53.40 લાખના ખાદ્ય જથ્થાની ખરીદી કરવાની મંજૂરી આપવી.

પાલિકાની વિવિધ શાખા તથા નગરસેવકોના ક્વોટા પેટે આરો સિસ્ટમ તથા વોટર કુલર ખરીદવા ઇજારદાર દિક્ષિતા એન્ટરપ્રાઇઝ પાસેથી વધુ એક વર્ષ માટે ખરીદી કરવાની મંજૂરી આપવી.

વહીવટી વોર્ડ નં-2માં આવેલા પટેલ ફળિયા 1 અને 2 તેમજ વણકરવાસમાં નવી પાણીની લાઇન નાખવા ભાવિન એન્ટરપ્રાઈઝના 15 % વધુ મુજબ 22.21 લાખના ભાવપત્રને મંજૂરી આપવી.

આટલાદરામાં ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાનું કામ રજૂ થયું છે .જેમાં 30 મીટર રોડની કામગીરી પટેલ ઇજારદાર ઇલાયટ એન્જિનિયર્સ ના 17.60 % ઓછા મુજબ 15.99 લાખના ભાવ પત્રને મંજૂરી આપવી.

વડોદરાના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે ક્રિષ્ના પ્લમ્બર, મા કન્ટ્રક્શન અને જે એચ કપ્તાન કંપનીના 11.50 કરોડના ભાવ પત્રોને મંજૂરી આપવી.

અટલાદરા તળાવ ઓવરફલો માટે ખિસકોલી સર્કલ તરફ નવી વરસાદી ચેનલ બનાવવા માટે ઇજારદાર અગ્રવાલ કન્સ્ટ્રકશનના 17.27 ટકા ઓછા મુજબ 3.79 કરોડના ભાવ પત્રને મંજૂરી આપવી.

ગોત્રી ગામ તરફથી આવતી ડ્રેનેજ લાઈન પર હાઇટેન્શન રોડ જંક્શન પાસે ભંગાણ પડતા તેના સમારકામ પાછળ થયેલા 5.27 લાખના ખર્ચની ઇજારદાર ભાવેશ પંડ્યાને ચુકવણી કરવી.

મેયરના પત્ર સંદર્ભે નવા વર્ષની શુભેચ્છા સંદેશો પાઠવ્યોથી જાહેરાતની ચુકવણી હેતુ મંજૂરી લેવી.

વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમ માટે ગાંધીનગર ગૃહ ખાતે થયેલા ખર્ચની ચૂકવણી કરવી.

પાલિકા દ્વારા યોજાતા કાર્યક્રમો માટે ફરસખાનું પૂરું પાડવા એક વર્ષની મુદ્દત માટે શોભનમ ડેકોરેટર્સનક 35 ટકા ઓછા મુજબ એક કરોડના ભાવ કર્તાને મંજૂરી આપવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here