વલસાડ : પારડીના શહીદ થયેલા પોલીસ જવાનના સ્મારકનું સ્મૃતિ સન્માન કરાયું.

0
0
રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન અને જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ભાવુક થયા.
વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકના એક જવાનની શહીદીના સન્માનમાં તેનું સ્મારક બનાવાયું હતુ. જેના સ્મૃતિ સન્માન કાર્યક્રમમાં સુરતના રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્મૃતિ પુષ્પાંજલી અર્પિ હતી.
પારડીના પોલીસ કર્મી રમેશભાઇ મકનભાઇ પટેલ પારડીમાં લૂંટ કરનાર લૂંટારૂઓને પકડવા જતા તેમની સાથે અથડામણમાં ઇજા થતાં તેઓ શહીદ થઇ ગયા હતા. તેમના બલિદાનની શોર્યગાથા હંમેશા સમાજમાં જીવીત રહે એ માટે તેમનું સ્મૃતિ સ્મારકનું નિર્માણ કર્યું છે. આ સ્મારક મોટા વાઘછીપા ગામે ડી. પી. પટેલ હાઇસ્કૂલમાં મુકાયું છે. જેના સ્મૃતિ સ્મારક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન પારડીના અતિ ઉત્સાહિ હુનહાર પીએસઆઇ બી. એન. ગોહિલે ખુબ સુંદર રીતે કર્યું હતુ. જેમાં આઇજી સાથે વલસાડના એસપી ડો. રાજદિપસિંહ ઝાલા, ડીવાયએસપી એમ. એન. ચાવડા તેમજ અન્ય પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here