નેધરલેન્ડ પ્રવાસ રદ થયા પછી પુરૂષોની હોકી ટીમના કેમ્પના સમયમાં વધારો થયો

0
0

ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમના સંભવિત ખેલાડીઓનો બેંગલોરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા  કેમ્પસમાં ચાલી રહેલા હાલના કેમ્પના સમયમાં વધારો કરવામાં આવ્યો છે, કોરોના વાઈરસ મહામારીને કારણે રહેલા ટ્રાવેલ પ્રતિબંધોને કારણે નેધરલેન્ડના પ્રવાસને રદ કરવાના કારણે આ નિર્ણય લેવાયો છે.

ભારતીય પુરુષ ટીમ પ્રેક્ટિસ મેચ માટે નેધરલેન્ડ જવાની હતી પરંતુ આરોગ્ય સંકટને ધ્યાનમાં રાખી કોચ અને સાઈના અધિકારીઓની ભલામણ પર આ નેધરલેન્ડના પ્રસ્તાવિત પ્રવાસને રદ કરાયો. જેથી એસએઆઇએ હવે નેશનલ કેમ્પ્સને લાંબા સમય સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

આ કેમ્પ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાના હતા. પુરુષ ટીમનો કેમ્પ હવે 28 નવેમ્બર સુધી ચાલશે. જ્યારે મહિલા ટીમનો કેમ્પ 12 ડિસેમ્બર સુધી ચાલશે. સાઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને ટીમોનો હોકી કેમ્પ લંબાવવામાં આવ્યો છે. પુરુષ ટીમનો કેમ્પ 28 નવેમ્બર સુધી લંબાવી દેવાયો છે જ્યારે મહિલા ટીમનો કેમ્પ 12 ડિસેમ્બર સુધી લંબાવી દેવાયો છે.

તેમણે કહ્યું, ‘પુરુષ ટીમ કેટલીક પ્રેક્ટિસ મેચ માટે નેધરલેન્ડની મુસાફરી કરવા માંગતી હતી, પરંતુ આ પ્રવાસ જોખમકારક હોવાથી આરોગ્ય નિષ્ણાતો અને મુખ્ય કોચની ભલામણ પર આ વિચારને રદ કરવામાં આવ્યો હતો. તેથી જ સાઇએ હોકી ઈન્ડિયા સાથે સલાહ લીધા બાદ કેમ્પ ચાલુ રાખવાનો નિર્ણય લીધો.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here