આ ત્રણ ઈંશ્યોરન્સ કંપનીઓનાં વિલયને જલ્દીથી મળી શકે છે કેબિનેટની મંજૂરી

0
18

નેશનલ ઈંશ્યોરન્સ કંપની લિમિટેડને ઓરિએન્ટલ ઈંશ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ સાથે મર્જ કરવા જઈ રહી છે. કેન્દ્રીય કેબિનેટ ટૂંક સમયમાં તેને મંજૂરી આપી શકે છે. આ અગાઉ જાન્યુઆરીમાં, રાષ્ટ્રીય વીમા કંપની લિમિટેડના બોર્ડે પણ આ માટે મંજૂરી આપી હતી.

મૂડી નાખવા પર કરાશે વિચાર

આ સંદર્ભમાં એક અધિકારીએ કહ્યું કે કેબિનેટ આ વીમા કંપનીઓના મર્જરની વાટાઘાટો કરી શકે છે. ઉપરાંત, મૂડી નાખવાનો પણ વિચાર કરવામાં આવશે.

મર્જરથી કંપનીઓને થશે ફાયદો

લાઇવમિંટના સમાચાર અનુસાર, આ કંપનીઓના મર્જરથી કાર્યકારી ક્ષમતામાં સુધારો થશે અને નફામાં પણ સુધારો થશે. અગાઉ પશ્ચિમ બંગાળ રાજ્ય જનરલ ઇન્શ્યોરન્સ એમ્પ્લોઇઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી તપન મિત્રાએ કહ્યું હતું કે, કોલકાતામાં આ ત્રણેય કંપનીઓના મર્જરને મંજૂરી આપવા ‘નેશનલ ઈન્શ્યોરન્સ કંપનીના બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં, તેમના મર્જરને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે ત્રણેય કંપનીઓના મર્જરની જાહેરાત પહેલાં આ બેઠક બોલાવવામાં આવી હતી.

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની પણ થઈ શકે છે સામેલ

નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડના બોર્ડ દ્વારા વિલયને મંજૂરી આપતા પહેલાં જ ઓરિએન્ટલ અને યૂનાઈટેડ ઈંડિયાનાં બોર્ડે તેને મંજૂરી આપી ચૂક્યુ હતુ. તેના માટે આ બંને કંપનીઓનાં બોર્ડની બેઠક થઈ હતી. આ વિલયમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની પણ સામેલ થઈ શકે છે.

અરૂણ જેટલીએ કરી હતી જાહેરાત

નાણાકીય વર્ષ 2018-19ના સામાન્ય બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીએ ત્રણેય સરકારી જનરલ વીમા કંપનીઓનાં વિલયના પ્રસ્તાવની જાહેરાત કરી હતી. પરંતુ આ કંપનીઓનાં વિલય ઘણા કારણોને કારણે થઈ શક્યુ ન હતુ.

સરકારે નાખી આટલી મૂડી

સરકારે ડિસેમ્બરમાં 2019-20 માટે પ્રથમ ગ્રાન્ટ માટેની પૂરક માંગમાં નેશનલ ઈન્શ્યોરન્સ, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા ઈન્શ્યોરન્સમાં રૂ. 2,500 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આવતા વર્ષે તેમાં 6,950 કરોડ વધુ ઉમેરવામાં આવશે.