Sunday, July 20, 2025
HomeગુજરાતGUJARAT: રાજ્યના આ શહેરોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

GUJARAT: રાજ્યના આ શહેરોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

- Advertisement -

રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદારનાગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદારનાગર હવેલીમાં અતિભારે વરસાદ રહેશે. ગાંધીનગર, ખેડા, વડોદરા સહિતની શહેરોમાં વરસાદ આવશે,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ તથા સુરેન્દ્રનગર,બોટાદ, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ઉ.ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા મેઘ મહેર રહેશે. તથા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ પવનની ગતિ 35 થી 45 કિમીની રહેશે. સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ પવન સાથે વરસાદ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા,મહીસાગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિતની શહેરોમાં વરસાદ આવશે.

અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તથા મહીસાગર, મહેસાણા તથા વડોદરા શહેરમાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વાર જાહેર કરાયુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં 11 જુલાઈ સુધી સરેરાશ કરતાં 3 ટકા ઓછો વરસાદ થયો છે અને કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી 45થી 50 ટકા જેટલો ઓછો વરસાદ થયો છે. ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલમાં વરસાદ ધીમો પડશે પરંતુ તે બાદ રાજ્યમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular