દિલ્હી : રાજધાનીમાં આજે સામાન્ય તાપમાન બાદ હવામાન વિભાગે કરી આ આગાહી

0
105

દેશની રાજધાની દિલ્હીમાં આજે તાપમાન સામાન્ય રેકોર્ડ કરવામાં આવ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારથી ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે. હવામાન વિભાગના આધારે આજે દિલ્હીનું તાપમાન 8.4 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું છે. વરસાદ આવવાની સાથે ઠંડીની શક્યતા રહે છે.

  • રાજધાની દિલ્હીમાં આજે ઠંડીમાં રાહત
  • હવામાન વિભાગે આવતીકાલે આપી વરસાદની આગાહી
  • વરસાદ સાથે વધી શકે છે ઠંડી

દેશની રાજધાની દિલ્હીમાં આજે તાપમાન સામાન્ય નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારથી ફરીથી વરસાદની શરૂઆત થઈ શકે છે. હવામાન વિભાગના આધારે દિલ્હીનું તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું છે. આજે શહેરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સુધી જઈ શકે છે. આ સાથે વધારે તાપમાન 21 ડિગ્રી સુધી જઈ શકવાની શક્યતા છે.

આવતીકાલથી વરસાદની સંભાવના

હવામાન વિભાગના અનુસાર 6થી 8 જાન્યુઆરી સુધી એક વાર ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે. જેના કારણે ઠંડી વધી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષોભનું કારણ આપ્યું છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાના કારણે દિલ્હી-એનસીઆરમાં જાન્યુઆરીમાં ઠંડીની અસર રહી શકે છે. હવામાનની આગાહીના કારણે ધુમ્મસ અને ઠંડીના કારણે 26 ટ્રેન પણ મોડી પડી રહી છે.

કબાટમાં ન રાખો ગરમ કપડાં

હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે ગરમ કપડાંને કબાટમાં રાખવાની ભૂલ ન કરો. એક રિપોર્ટના અનુસાર તાપમાનમાં ફરી ઘટાડો થઈ શકે છે. વરસાદના કારણે ન્યૂનતમ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here