ઉદઘાટન : વડાપ્રધાન મોદીએ કહ્યું- આગ્રામાં મેટ્રોનો પ્રોજેક્ટ પરંપરાની સાથે આધુનિકતાનું પ્રતીક.

0
12

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આગ્રા મેટ્રો રેલ પરિયોજનાના નિર્મણકામનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. બે કોરિડોરવાળા આ પ્રોજેક્ટથી પ્રવાસીઓને મદદ મળશે. આ યોજના દ્વારા ટૂરિસ્ટ સ્પોટ, જેમ કે તાજમહેલ, આગ્રા ફોર્ટ, સિકંદરાને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી જોડવામાં આવશે. આગ્રાના 15 બટાલિયન પીએસી પરેડ મેદાનમાં ઉદઘાટન કાર્યક્રમ કરવામાં આવશે.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આગ્રા એની જૂની ઓળખ તો ધરાવે છે, હવે આ શહેર 21મી સદીની સાથે કદમ મેળવવા તૈયાર થઈ રહ્યું છે. આગ્રામાં સ્માર્ટ સુવિધા વિકસિત કરવા માટે પહેલેથી જ લગભગ 1000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.

આગ્રા મેટ્રો રેલ પરિયોજનાના નિર્માણના આરંભના પ્રસંગે મોદીએ કહ્યું હતું, આધુનિક સુવિધા અને આધુનિક કનેક્ટિવિટી મળવાથી પશ્ચિમ યુપીનું સામાર્થ્ય વધુ વધી રહ્યું છે. દેશની પ્રથમ રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેરઠથી દિલ્હીની વચ્ચે બની રહી છે. દિલ્હી-મેરઠની વચ્ચે 14 લેનનો એક્સપ્રેસ-વે પણ ઝડપથી આ ક્ષેત્રના લોકોને સેવા આપવા લાગશે.

નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશના ઈન્ફ્રા સેકટરની એક મોટી સમસ્યા એ હતી કે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત તો થઈ જતી હતી, પરંતુ એના માટે પૈસા ક્યાંથી આવશે એની પર વધુ ધ્યાન આપવામાં આવતું ન હતું. અમારી સરકારે નવી પરિયોજનાઓની શરૂઆત કરવાની સાથે જ એના માટે આવશ્યક રકમની વ્યવસ્થા કરવા પર ધ્યાન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here