કડી : મંદિરનું સરનામું પુછવાના બહાને ફૂલ સૂંઘાડતા આધેડ બેભાન થઈ ગયા, તસ્કરો બે લાખના દાગીના લૂંટી ફરાર

0
0

કડીના કરણનગર ફાટક નજીક ફૂલ સુંઘાડી સાધુ વેશમાં આવેલા ચોર શખ્સોએ શહેરના થોળ રોડ સીટીપાર્ક સોસાયટીમા રહેતા આધેડ લિનેશ શાહને વાતોમા ભોળવી ફૂલ સુંઘાડી શરીર પરનો સોનાનો દોરો અને બે વીંટી સહિતના અંદાજે બે લાખના દાગીના તફડાવી ગયા હતા. આધેડ ભાનમા આવતાં એક્ટીવા લઈ પૂરઝડપે પીછો કરતા સ્પીંન્ગડેલ સ્કૂલ નજીક એક્ટીવા સ્લીપ ખાઈ જતા ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

બે તોલાનો દોરો લઈ ફરાર

કડીના થોળ રોડ સ્થિત સીટીપાર્ક સોસાયટીમાં રહેતા લિનેશ ત્રિભોવનદાસ શાહ (60) શનિવારે સવારે ઘરેથી એક્ટીવા લઈ ઓફિસ જતા હતા ત્યારે કરણનગર રોડ સ્થિત રેલવે ફાટક પાસે કારમા સવાર અજાણ્યા ઈસમોએ શિવ મંદિરનુ સરનામુ પુછ્યું હતું. જ્યાં સાધુ વેશમાં આવેલા શખ્સોએ લિનેશભાઈને ફૂલ સુંઘાડી શરીર પરના બે તોલાનો સોનાનો દોરો તેમજ બે સોનાની વીંટીઓ ઉતરાવી લઈ છૂમંતર થઈ ગયા હતા. બાદમાં ભાનમાં આવેલા લિનેશભઆએ એક્ટિવા લઈ કરણનગર તરફ જતી શંકાસ્પદ કારનો પીછો કરતાં એક્ટીવા સ્લીપ ખાઈ જતા શરીરે ઈજાઓ થતાં સારવાર અર્થે કડી ખાનગી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. આ અંગે કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here