Monday, January 24, 2022
Home20 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી મીનાવાડા દશામાનું મંદિર રહેશે બંધ, વધી રહેલ...
Array

20 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી મીનાવાડા દશામાનું મંદિર રહેશે બંધ, વધી રહેલ કોરોના સંક્રમણને લઇ લેવાયો નિર્ણય

કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે ગુજરાતમાં દિનપ્રતિદિન કેસમાં નોધપાત્ર વધારો થયો છે સાથે લોકડાઉન બાદ ગુજરાતમાં અનલોક કર્યા પછી ધીરેધીરે અનેક મંદિરોને ખોલવાની પરવાનગી  આપવામાં આવી હતી. પરંતુ હવે ભગવાનના દ્વારમાં ઘૂસેલા કોરોનાને પગલે ગુજરાતના કેટલાક મંદિરોએ પોતાના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે. મીનાવાડા દશામાનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડામાં કોરોના સંક્રમણ વધી રહેવાને પગલે પ્રસિદ્ધ મીનાવાડા દશામાંનું મંદિર બંધ રહેશે. 20 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી મીનાવાડા દશામાનું મંદિર બંધ રાખવામાં આવશે. શ્રાવણ મહિનામાં આવતા દશામાના વ્રતનો ખુબ જ મહિમા રહેલો છે, ત્યારે મીનાવાડા દશામાનું મંદિર બંધ રાખવાનો નિર્ણયના કારણે હજારો શ્રદ્ધાળુઓને દુ:ખ પહોંચી શકે છે. વ્રત દરમિયાન મંદિર બંધ રાખવાના નિર્ણય હાલ લેવાયો છે. દશામા વ્રત દરમ્યાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવતા હોવાથી તંત્રએ આ નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસોને પગલે સંક્રમણ અટકાવવા મંદિર મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અનલોક 1માં 8 જૂનથી ગુજરાતભરના મંદિરો ગુજરાત સરકાર દ્વારા ખોલવાના આદેશ અપાયા હતા. ત્યારે ભક્તો પણ મંદિરોમાં દર્શન કરવા માટે આતુર બન્યા હતા. કેટલાક મંદિરના દરવાજા 8મીએ ખૂલ્યા હતા, તો કેટલાક મંદિર તકેદારીના ભાગરૂપે બાદમા ખૂલ્યા હતા. પરંતુ હવે ભગવાનના દ્વારમાં ઘૂસેલા કોરોનાને પગલે ગુજરાતના કેટલાક મંદિરોએ પોતાના દ્વાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. બોટાદનું સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિર હરીભક્તો માટે બંધ કરાયું છે. કોરોનાને કારણે મંદિરના દરવાજા બંધ કરવાની જાહેરાત કરાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular