25મેથી ફ્લાઇટ : દિલ્હી, મુંબઇથી 90-120 મિનિટની ફ્લાઇટનું મિનિમમ ભાડું 3500 અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા રહેશે: સરકાર

0
0

નવી દિલ્હી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંઘ પુરીએ કહ્યું છે કે વંદે ભારત મિશન અંતર્ગત 20 હજારથી વધુ લોકોને પરત લાવવામાં આવ્યા છે. જોકે અમુક દેશમાં પરત આવવાની મંજૂરી મળી નથી તેથી મુશ્કેલી આવે છે. તેમણે જણાવ્યું કે 25 મે બાદ ઉડાન દ્વારા 5 લાખ કિમીનું અંતર કાપવામા આવ્યું. જેમાં દેશના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાવાયરસથી જોડાયેલી સમાગ્રીઓ પહોંચાડવામાં આવી હતી. વિદેશોથી પણ મેડિકલ સામાન દેશમાં લાવવામાં આવ્યો છે.

25મેથી ફ્લાઇટ્સ શરૂ, મિનિમમ ભાડું-3500, વધુમાં વધુ-10 હજાર

હરદીપસિંઘ પુરીએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અંગે જાણકારી આપી. તેમણે કહ્યું કે 25મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે. દિલ્હી, મુંબઇથી 90-120 મિનિટની ફ્લાઇટ્સનું મિનિમમ ભાડું 3500 અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા રહેશે. પ્રવાસીઓને સેલ્ફ ડેક્લેરેશન અને આરોગ્ય સેતૂ એપ દ્વારા એ જણાવવાનું રહેશે કે તેમાં કોરોનાના લક્ષણ નથી. ફ્લાઇટ રૂટને 7 રૂટમાં વર્ગીકૃત કરવામા આવ્યા છે. 1 40મિનિટથી ઓછો ફ્લાઇટ ટાઇમ, 2. 40-60 મિનિટ, 3. 60-90 મિનિટ, 4. 90-120 મિનિટ, 5. 120-150 મિનિટ, 6. 150-180 મિનિટ અને 7. 180-210 મિનિટ. દરેક રૂટ આ ટાઇમલાઇનમા આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here