નાણા મંત્રાલયે યંગ પ્રોફેશનલ અને કન્સલ્ટન્ટની જગ્યા માટે ભરતી બહાર પાડી

0
5

મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સનાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ (DEA)એ યંગ પ્રોફેશનલ અને કન્સલ્ટન્ટની 34 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યા માટે 6 એપ્રિલે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.

ઈચ્છુક કેન્ડિકેટ્સ 20 એપ્રિલ સુધી અરજી કરી શકે છે. આ જગ્યા માટે 3 વર્ષ માટે ભરતી કરવામાં આવશે. જો કે, પર્ફોર્મન્સને આધારે તેમનો સમય 1 વર્ષ માટે વધી શકે છે.

યોગ્યતા…

આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે ઇકોનોમિક્સ/ફાઈનાન્સમાં માસ્ટર ડિગ્રી કે MBA ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે અમુક વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

ઉંમર…

જાહેર નોટિફિકેશન પ્રમાણે, યંગ પ્રોફેશનલની જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સની મેક્સિમમ ઉંમર 35 વર્ષ અને કન્સલ્ટન્ટની જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સની મેક્સિમમ ઉંમર 50 વર્ષ નક્કી કરી છે.

સેલરી…

યંગ પ્રોફેશનલની જગ્યા પર સિલેક્ટ થયેલા લોકોને દર મહીને 40 હજાર રૂપિયાનો પગાર મળશે અને કન્સલ્ટન્ટની જગ્યા માટે કેન્ડિડેટ્સને દર મહીને 80 હજાર રૂપિયા સેલરી મળશે.

આ રીતે અરજી કરો…

ઈચ્છુક કેન્ડિડેટ્સ ફાઈનાન્સ મિનિસ્ટ્રી ઓફિશિયલ પોર્ટલ mofapp.nic.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કર્યા પહેલાં નોટિફિકેશન વ્યવસ્થિત વાંચી લો. ફોર્મમાં કોઈ ભૂલ હશે તો તે રિજેક્ટ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here