વાપી : બાજુની રૂમમાં જમવા આવતા સગીરે જ 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું, હત્યા બાદ પંખે લટકાવી

0
30

વાપીઃ વાપી ટાઉનના એક વિસ્તારમાં ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષીય સોનુ (નામ બદલ્યું છે) શુક્રવારે બપોરે ઘરમાં જ ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, લાશને પેનલ પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલાવતા બાળકી સાથે દુષ્કર્મ થયા બાદ તેનું ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને અંજામ આપી આરોપી માસૂમ બાળકીને દુપટ્ટા વડે પંખાથી લટકાવી ભાગી ગયો હતો. સગીર આરોપીની અટકાયત કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

હત્યાના દિવસે આરોપીએ આ રીતે ઘટનાને અંજામ આપ્યો

આરોપી બા‌ળકી સોનુના ઘરથી થોડે દૂર એક ચાલીમાં 4થી 5 માણસો સાથે રહેતો હતો અને જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરતો હતો. આરોપી થોડા માસ અગાઉ જ બિહારથી વાપી આવી કંપનીમાં નોકરીએ લાગ્યો હતો. ટિફિન સર્વિસ હોવાથી મહિને રૂ.2000 પ્રમાણે જમવા માટે તે સોનુના ઘરની બાજુમાં રહેતા તેના સંબંધીના ઘરે રોજ આવતો હતો. અવારનવાર સોનુના ઘરથી પસાર થતી વખતે સોનુને બપોરે એકલી જોઇ તેની દાનત બગડી હતી. શુક્રવારે બપોરે 2 વાગે સોનુ સ્કૂલથી ઘરે આવી હતી અને અંદર ટીવી જોઇ રહી હતી. તે સમયે ચાલીમાં રહેતા તમામ લોકો ઘરની અંદર હોય મોકાનો લાભ લઇ આરોપી તેના ઘરમાં ઘૂસી ગયો હતો. દરવાજો અંદરથી બંધ કરી પહેલા તેણે ટીવી વોલ્યુમ વધારી દીધુ અને ત્યારબાદ તેનું મોઢું દબાવી તેના પર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યો હતો. દુષ્કર્મ સમયે સોનુ જોરજોરથી બૂમો પાડી રહી હતી પણ ટીવી વોલ્યુમ વધારે હોવાથી આજૂબાજૂના લોકો માસૂમની ચીખ સાંભળી શક્યા ન હતા. એટલું જ નહીં, દુષ્કર્મ ગુજાર્યા બાદ નરાધમે બાળકીનું ગળુ દબાવી ક્રૂર હત્યા કરી દીધી હતી. આ હત્યા ને આપઘાતમાં ખપાવવા અને કોઇને તેના પર શક ન જાય તે માટે આરોપીએ દુપટ્ટો પંખાથી બાંધી સોનુને લટકાવી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

ઘટનાને અંજામ આપી આરામથી ફરી રહ્યો હતો

સગીર આરોપીના માતા-પિતાનું થોડા વર્ષ પહેલા અવસાન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી પરિવારમાં તેની આગળ-પાછળ કોઇ નથી. એક પણ કક્ષા ભણ્યા વગરનો અભણ આરોપી બપોરે 2થી 4 વચ્ચે ઘટનાને અંજામ આપી કંઇક થયું જ નથી તે રીતે તેના વિસ્તારમાં ફરી રહ્યો હતો. 2-3 સ્થાનિકે તેને બાળકીના ઘરે ઘટનાના દિવસે ફેરો મારતા જોયો હોય પોલીસને જાણ કરતા એક શંકાના આધારે પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી છે.

પડોશમાં રહેતી મહિલા થાળી આપવા જતા મામલો પ્રકાશમાં આવ્યો

ટાંકી ફળિયામાં રહેતા શાહ પરિવારની 9 વર્ષની બાળકીની શુક્રવારે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. બાળકીની માતા પણ જીઆઇડીસીની જે ટાઇપ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતી હોવાથી સોનું બપોર પછી રૂમમાં એકલી જ રહેતી હતી. આ એકલતાનો લાભ લઇને આરોપી રૂમમાં ઘુસી જઇને બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી હતી. પડોશમાં રહેતી મહિલા જ્યારે થાળી આપવા ગઇ ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here