“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નો કંજૂસ પોપટલાલ કરોડોની સંપત્તિનો છે માલિક : એક એપિસોડના લે છે આટલા રૂપિયા.

0
15

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલનો રોલ છત્રી અને કંજૂસી માટે ખૂબ જ ફેમસ છે. પોપટલાલના લગ્નને લઈને પણ જે ઉતારચઢાવ આવે છે એ જોઈને દર્શકોને ખૂબ મજા પડે છે. ત્યારે પોપટલાલ એટલે કે શ્યામ પાઠક રિયલ લાઈફમાં મેરિડ છે અને તેના ત્રણ બાળકો પણ છે. શોમાં પોપટલાલનું પાત્ર કંજૂસ વ્યક્તિનું છે પરંતુ રિયલ લાઈફમાં ખૂબ જ અમીર છે.

  • તારક મહેતામાં પોપટલાલનું પાત્ર છે ફેમસ
  • કરોડોની સંપત્તિ ધરાવે છે પોપટલાલ
  • અંજલી ભાભી કરતા વધુ ફી લે છે

શોને આગળ વધારવા અને દર્શકોનું મનોરંજન કરવામાં શ્યામ પાઠક મહત્વની ભૂમિકા ભજવે છે. જેના માટે તેને ખૂબ જ સારું પેમેન્ટ પણ આપવામાં આવે છે. શોના મહત્વપૂર્ણ પાત્ર અંજલી ભાભીને એક દિવસ માટે 25,000 રૂપિયા મળે છે. જ્યારે પોપટલાલ એક દિવસ 28000 રૂપિયા લે છએ. જોકે, પોપટલાલે પોતે ક્યારેય તેની ઈન્કમ વિશે જણાવ્યું નથી, પરંતુ ઘણાં મીડિયા રિપોર્ટ્સમાં તેની સેલરી વિશે જણાવ્યું છે.

કંજૂસ પોપટલાલ પાસે છે કરોડોની સંપત્તિ

શ્યામ પાઠકની સંપત્તિની વાત કરીએ તો તે કરોડોનનો માલિક છે. એક રિપોર્ટ અનુસાર, તેમી પાસે કુલ 15 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સિવાય શ્યામ શાનદાર મર્સિડીઝ ગાડીનો પણ માલિક છે.

તમને જણાવી દઈએ કે, પોપટલાલને આપણે આજે જે પાત્રમાં જોઈ રહ્યાં છે મૂળ રીતે આ એવું નહોતું. શ્યામે એક ઈન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં પોપટલાલ દારૂળિયો અને પાન ખાઈને પિચકારી મારતો નક્કી કરવામાં આ્યો હતો. પરંતુ અમે એવું દેખાડવામાં નહોતા માંગતા, કારણ કે દર્શકોના એક મોટા વર્ગમાં બાળકો પણ છે. જેથી અમે એ પાત્રમાં એવા ગુણ લીધા જેથી આ પાત્ર દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો.

શ્યામ પાઠકે જણાવ્યું કે લોકો તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તે જ્યાં પણ જાય છે લોકો તેને પૂછે છે કે તેની છત્રી ક્યાં છે. તેણે કહ્યું કે, વડીલો તો એવું કહે છે કે, તારા લગ્ન નથી થઈ રહ્યાં તો ચિંતા ના કરીશ, અમે તારા માટે છોકરી શોધી દઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here