કોરોના વાઇરસ : મફ્તમાં રાશન આપવા મામલે ધોરાજીના MLA વસોયાએ નાયબ કલેક્ટરના ટેબલ પર બેસી ધરણા કર્યા, અટકાયત

0
8

રાજકોટ. ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસાયાએ આજે મફ્તમાં રાશન આપવા મામલે લોકોને પડતી તકલીફો અંગે વિરોધ કર્યો હતો. લલિત વસોયા કાર્યકરો સાથે નાયબ કલેક્ટરની ઓફિસે પહોંચ્યા હતા. નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી. બાદમાં તેઓ નાયબ કલેક્ટરના ટેબલ પર બેસી જઇ ધરણા કર્યા હતા. પરંતુ પોલીસે તેની અટકાયત કરી પોલીસ મથકે લઇ ગયા હતા. એક તરફ લોકડાઉનની પરિસ્થિતિ છે અને 144ની કલમ હોવા છતાં લલિત વસોયા વિરોધ કરવા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આથી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે તેની અટકાયત કરી છે.

પોલીસને જાણ કરી હતી: નાયબ કલેક્ટર

આ અંગે નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, ધારાસભ્યએ જે રજૂઆત કરી છે તેના અનુસંધાને અમારે હાલ સર્વેની કામગીરી ચાલુ છે. અનાજ નથી મળતુ એવું નથી. છેલ્લા ત્રણ વર્ષથી અનાજ લેતા નહોતા તેવા કાર્ડધારકોને અનાજ નથી મળતું. સરકારના ધારા ધોરણ મુજબ ગયા મહિને જે કાર્ડધારકોએ અનાજ લીધું છે તેઓને આ મહિને ફ્રિમાં મળવાનું છે તેવી જાહેરાત છે. ધારાસભ્યએ એવું કહ્યું છે કે રોજ આવીને બેસશે તેના જવાબમાં નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, અમે પોલીસને જાણ કરી છે તેવી કોઇ જોગવાઇ નથી કે રોજ આવીને બેસી શકાય. કાયદાનું પાલન ચૂસ્તપણે થાય તે માટે હું લેખિતમાં પણ પોલીસને જાણ કરીશ. જે લોકો અહીં રજૂઆત કરવા આવે છે તેનો નંબર અને સરનામું લઇ સ્વૈચ્છિક સંસ્થા પાસે મોકલીએ છીએ અને તેનો સર્વે કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here