નિર્ણય : મોદી સરકારે HRD મિનિસ્ટ્રીનું નામ બદલી શિક્ષણ મંત્રાલય કર્યું, નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી

0
4

નવી દિલ્હી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય મોદી કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ બેઠક દરમિયાન મોદી સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી છે. 34 વર્ષ પછી એજ્યુકેશન પોલિસીમાં ફેરફાર થયો છે. સરકારે કહ્યું છે કે 2035 સુધીમાં હાયર એજ્યુકેશનમાં 50% એનરોલમેન્ટનું લક્ષ્ય નક્કી કર્યું છે.

નવી શિક્ષણ નીતિ મુજબ વિશ્વભરની મોટી યુનિવર્સિટી દેશમાં પોતાનું કેમ્પસ બનાવી શકશે. કેબિનેટે HRD (હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ) મિનિસ્ટ્રીનું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરવાની મંજૂરી પણ આપી દીધી છે.

નોંધનીય છે કે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ આપ્યો હતો કે, મંત્રાલયનું હાલનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. આ પ્રસ્તાવને મોદી કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તે સાથે જ નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. હવે સંપૂર્ણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ રેગ્યુલેટરી બોડી હશે જેથી શિક્ષણ ક્ષેત્રની અવ્યવસ્થાને ખતમ કરી શકાય.

રાષ્ટ્રીય શિક્ષા નીતિ 1986માં બની હતી
34 વર્ષમાં પ્રથમ વખત એટલે કે 1986માં રાષ્ટ્રીય શિક્ષા નીતિ બનાવાઈ હતી. લગભગ ત્રણ દશકાથી તેમા ફેરફાર કરાયો ન હતો.તેની સમીક્ષા માટે 1990 અને 1993માં કમિટીઓ પણ બનાવાઈ હતી.