હવામાન વિભાગ : ચોમાસાને કેરળ પહોંચવામાં ચાર દિવસ મોડું થાશે, હવે 5 જૂને પહોંચવાની આશા

0
0

નવી દિલ્હી. ચોમાસાને કેરળ પહોંચવામાં ચાર દિવસની વાર લાગી શકે છે. હવે પાંચ જૂન સુધી ચોમાસુ કેરળ પહોંચે તેવી આશા છે. તેમાં ચાર દિવસ આગળ-પાછળ જઈ શકે છે. હવામાન વિભાગે આજે આ આગાહી કરી છે. આ પહેલા અનુમાન હતું કે ચોમાસુ 1 જૂને કેરળ પહોંચશે. ચોમાસુ કેરળ પહોંચે તે સાથે જ દેશમાં ચાર મહિનાની મોનસૂન સિઝન શરૂ થઈ જાય છે.

છેલ્લા 15 વર્ષથી હવામાન વિભાગની આગાહી સાચી પડે છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષમાં માત્ર 2015ને છોડીને તેની આગાહીઓ સાચી પડી છે. ગત વર્ષ 8 જૂને ચોમાસુ કેરળ પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહી 6 જૂનની હતી. 2015માં હવામાન વિભાગે 30 મેની આગાહી કરી હતી, પરંતુ ચોમાસુ 5 જૂને પહોંચ્યું હતું.

છેલ્લા પાંચ વર્ષમાં ક્યારે શું થયું

વર્ષ હવામાન વિભાગનું અનુમાન ચોમાસુ કેરળ પહોંચ્યું
2015 30 મે 5 જૂન
2016 7 જૂન 8 જૂન
2017 30 મે 30 મે
2018 29 મે 29 મે
2019 6 જૂન 8 જૂન

 

આ વર્ષે 100 ટકા વરસાદ પડશે

હવામાન વિભાગે એપ્રિલમાં ચોમાસાની પ્રથમ આગાહી કરી હતી. તે મુજબ ચોમાસુ સામાન્ય રહેશે. વરસાદ 100 ટકા પડશે. 96 થી 100 ટકા વરસાદને સામાન્ય ચોમાસુ કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here