સૌથી ખતરનાક જીવ : 26 લોકોને મિનિટોમાં મારી શકે છે બ્લૂ રિંગ ઓક્ટોપસ

0
8

ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલા તાજેતરમાં ઈન્ડોનેશિયામાં વેકેશન મનાવવા માટે ગઈ હતી. આ સમય દરમિયાન તે ઈન્ડોનેશિયાના બાલીમાં હતી અને એક નાના એવા ઓક્ટોપસને પોતાના હાથમાં લીધો હતો. પરંતુ તેને કદાચ એ ખબર નહીં હોય કે આ માસૂમ દેખાતો ઓક્ટોપસ એક જીવલેણ જીવ છે જે મિનિટોમાં 26 લોકોને મારી શકે છે.

શું છે સંપૂર્ણ ઘટના
કેલિન નામની આ મહિલાએ તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે કેલિનના હાથમાં બ્લૂ રિંગ ઓક્ટોપસ છે. તે ઉપરાંત કેલિન આ ઓક્ટોપસ વિશે ગૂગલ પર સર્ચ કરે છે અને જુએ છે કે આ આક્ટોપસ પોતાના ઝેર દ્વારા 26 લોકોને થોડી મિનિટોમાં મારી શકે છે.

બ્લૂ રિંગ ઓક્ટોપસના ડંખ મારે ત્યારે દુખાવો નથી થતો
આ બ્લૂ રિંગ ઓક્ટોપસ કરડે ત્યારે દુખાવો નથી થતો પરંતુ દસ મિનિટ બાદ શરીર સુન્ન પડવા લાગે છે. આ ઓક્ટોપસના ઝેરમાં ન્યૂરોટોક્સિન ટેટ્રોડોટોક્સિન હોય છે જે કોઈપણ મનુષ્યને સેકન્ડમાં પેરલાઈઝ કરી શકે છે અને ત્યારબાદ તે મનુષ્યના શરીરમાં ઓક્સિજન ઘટવા લાગે છે અને તેનું મૃત્યુ થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, આ ઓક્ટોપસની બોડી પીળા રંગની હોય છે તેના રિંગ્સ વાદળી કલરના હોય છે પરંતુ આ રિંગ્સ ત્યારે દેખાય છે જ્યારે આ જીવને કોઈ છંછેડે છે. સામાન્ય રીતે આ ઓક્ટોપસ રાત્રે એક્ટિવ હોય છે અને દિવસે ઓછા દેખાય છે. આ ઓક્ટપસના ડંખથી દુખાવો નથી થતો પરંતુ 10 મિનિટની અંદર જ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શરીરને લકવો લાગી જાય છે અને હોસ્પિટલ લઈ જવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.

અગાઉ પણ એક વ્યક્તિ આ ઓક્ટોપસનો ભોગ બની ચૂકી છે
અગાઉ ઓસ્ટ્રેલિયામાં રહેતી 42 વર્ષની એક વ્યક્તિ પણ ચર્ચાનો વિષય બની હતી જ્યારે તેના પર આ જ બ્લૂ રિંગ ઓક્ટોપસે હુમલો કર્યો હતો. એરોન પિક્સને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એરોને જણાવ્યું હતું કે, તે પોતાના ઘરની સફાઈ કરી રહ્યો હતો અને તેને ત્યારે એક શેલ મળ્યો હતો જેમાં આ ઓક્ટોપસ હતો.

પરંતુ એરોને જ્યારે ધ્યાનથી જોયું તો તેના પગની નજીક એક ઓક્ટોપસ ચાલી રહ્યો હતો. આ ઓક્ટોપસે એરોનને ડંખ નહોતો માર્યો પણ તેને કાઢવાના ચક્કરમાં થોડી ઈજા થઈ હતી. તરત તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. આ ઓક્ટોપસ એરોનને કરડ્યો નહોતો પરંતુ તેને હટાવવાના ચક્કરમાં થોડી ઈજા થઈ હતી. ડૉક્ટર્સનું કહેવું હતું કે, જો આ ઓક્ટોપસ તેને કરડ્યો હોત તો એરોનનું બચવું મુશ્કેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here