સ્કિન માટે સૌથી અસરકારક ઘરેલુ વસ્તુ : માર્કેટમાં મળતા ફેસ માસ્ક અને સ્ક્રબ કરતાં કાચું દૂધ સૌથી વધુ ફાયદાકારક

0
5

જૂના જમાનામાં કાચા દૂધનો ઉપયોગ સુંદરતા વધારવા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે સમયના અભાવે મહિલાઓ માર્કેટમાં મળતી વસ્તુઓથી સુંદરતા વધારવા માટે ઘણી રીત અપનાવે છે. આ વસ્તુઓ મોંઘી હોવાની સાથે ઘણી વખત સ્કિન માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. તેની ઘણી સાઈડ ઈફેક્ટ્સ હોય છે. તેનાથી બચવા માટે કાચા દૂધ જેવી ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. અહીં કાચા દૂધના પાંચ ફાયદા તમારી સ્કિનની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે.

ચહેરા પર કેમ કાચું દૂધ લગાવવુંઃ

કાચા દૂધમાં લેક્ટોઝ, પ્રોટીન, ચરબી, કેલ્શિયમ અને વિટામિન-A,B-12,D અને ઝીંક હોય છે. સૂતી વખતે તેને લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેનાથી દૂધમાં હાજર પોષક તત્ત્વો સ્કિનમાં એબ્જોર્બ થઈ જાય છે. તેનાથી સ્કિન મોઇશ્ચરાઇઝ થાય છે.

કાચા દૂધમાં મીઠું મિક્સ કરીને લગાવવાથી પણ ફાયદો થાય છે. તે સારા સ્ક્રબની જેમ કામ કરે છે અને બ્લેકહેડ્સ દૂર કરે છે.

કાચા દૂધમાં ઓમેગા-3 ફેટી એસિડ અને સેચ્યુરેટેડ ફેટ હોય છે. તેને ચહેરા પર લગાવવાથી વધતી ઉંમરની અસર ઓછી દેખાય છે.

કાચા દૂધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને પોટેશિમય હોય છે. ચહેરા પર મોઇશ્ચરાઇઝને જાળવી રાખવા માટે તેને દરરોજ અપ્લાય કરવું ફાયદાકારક છે.

જો આંખોમાં બળતરા થઈ રહી હોય તો ઠંડા કાચા દૂધમાં કોટનને પલાળીને નીતારી લો. તેને થોડીવાર સુધી આંખો પર મૂકી રાખો. તેનાથી આંખોની બળતરા દૂર થશે. કાચા દૂધને હોટ પર લગાવવાથી પણ ફાયદો થાય છે.

જો તમે ટોનર તરીકે કાચા દૂધનો ઉપયોગ કરવા માગો છો તો એક કોટન પેડમાં કાચું દૂધ લઈને ચહેરા પર લગાવવું. ક્લીન્ઝર તરીકે કાચા દૂધનો ઉપયોગ કરવા માટે તેને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here