બિગ બોસ 14 કન્ટેસ્ટન્ટ ફી : આ સીઝનની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ રૂબીના દિલૈક, માત્ર 14 દિવસ માટે તૂફાની સિનિયર સિદ્ધાર્થ શુક્લાએ 32 લાખ રૂપિયા લીધા

0
0

ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ 14માં રૂબીના દિલૈક સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસને છેલ્લી ઘણી સીઝનથી શોમાં આવવા માટે ઓફર મળી રહી હતી જોકે તે સતત ના પાડી રહી હતી. પરંતુ આ વર્ષે એક્ટ્રેસ પતિ અભિનવ શુક્લા સાથે ઘરમાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રૂબીના આ શોમાં રહેવા માટે દરેક અઠવાડિયે 5 લાખ રૂપિયા ફી લઇ રહી છે. જ્યારે તેના પતિને તેનાથી અડધી રકમ મળી રહી છે.

આ છે સૌથી વધુ ફી લેનારા ટોપ 5 કન્ટેસ્ટન્ટ

રૂબીના દિલૈક- રૂબીના દર અઠવાડિયે 5 લાખ રૂપિયા લઈને શોની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે. હાલમાં રૂબીનાએ સલમાન પર પતિનું અપમાન કરવાનો આરોપ લગાવીને શો છોડવાની જીદ પકડી હતી. તેનું કહેવું છે કે તે આ શોમાં આવવા ઉતાવળા ન હતા અને રૂબીનાના કહેવા પર અભિનવ શોમાં આવ્યા છે આવામાં તેનું અપમાન કરવું યોગ્ય નથી.

જેસ્મિન ભસીન- ટીવી શો ‘દિલ સે દિલ તક’માં આવેલી જેસ્મિન ભસીનને દર અઠવાડિયે 3 લાખ રૂપિયા મળી રહ્યા છે. આ સાથે એક્ટ્રેસ સીઝનની બીજી સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે. ઈમોશનલ થઈને ગેમ રમનારી જેસ્મિનના સલમાન ખાને પણ ઘણા વખાણ કર્યા છે.

સારા ગુરપાલ- શોના પહેલા જ અઠવાડિયે બેઘર થઇ ગયેલી પંજાબી સિંગર અને એક્ટ્રેસ સારા ગુરપાલ ત્રીજી સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ હતી. એક્ટ્રેસને દર અઠવાડિયે 2 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. સારાને ઘરમાંથી તૂફાની સિનિયર્સની સહમતીથી બહાર કાઢવામાં આવી હતી જેનાથી સિંગર ઘણી નારાજ થઇ હતી.

નિશાંત મલકાની- ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’ ફેમ એક્ટર નિશાંતને દર અઠવાડિયે 2 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. બિગ બોસ 14માં આવ્યા પહેલાં જ તેણે જૂનો શો છોડી દીધો હતો.

એજાઝ ખાન- ફિલ્મો અને ટીવી શોથી ફેમ મેળવનારા એજાઝ ખાનને શોમાં દર અઠવાડિયે 1.8 લાખ રૂપિયા મળી રહ્યા છે. પહેલા અઠવાડિયે એક્ટરની ગેમ ખાસ લાગી ન હતી પણ સલમાને તેને સમજાવ્યો ત્યારબાદ એજાઝ ખુલીને ગેમ રમી રહ્યા છે.

શહઝાદ દેઓલ સીઝનના સૌથી સસ્તા કન્ટેસ્ટન્ટ
શોમાં આ પાંચ સભ્યો સિવાય પવિત્રા પુનિયા અને અભિનવ શુક્લાને દર અઠવાડિયે 1.5 લાખ રૂપિયા, નિક્કી તંબોલીને 1.2 લાખ રૂપિયા, રાહુલ વૈદ્યને 1 લાખ રૂપિયા અને જાન કુમાર સાનુને 80 હજાર રૂપિયા મળી રહ્યા છે. શહઝાદ દેઓલને આ સીઝનમાં સૌથી ઓછી ફી 50 હજાર રૂપિયા મળી રહી હતી. તે બુધવારે શોમાંથી બહાર નીકળી ગયા હતા.

બે અઠવાડિયા ઘરમાં રહેવા માટે તૂફાની સિનિયર્સને લાખો રૂપિયા મળ્યા

સિદ્ધાર્થ શુક્લા- 32 લાખ રૂપિયા

હિના ખાન- 25 લાખ રૂપિયા

ગૌહર ખાન- 20 લાખ રૂપિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here