સુરત : મોટા વરાછામાં ઉઘરાણી માટે આવેલી માતા-દીકરીને ઓફિસમાં બેસાડી બહારથી દરવાજો બંધ કરીને ગોંધી રખાઈ

0
9

મોટા વરાછા ખાતે આવેલા લજામણી ચોકમાં આવેલી હર્ષદ વેકરીયાની ઓફિસે માતા અને પુત્ર દવાના વેચાણની ઉઘરાણી માટે ગઈ હોય છે. આ દરમિયાન ઓફિસમાં કામ કરતો કર્મચારી માતા પુત્રીને ઓફિસમાં બેસાડી બહારથી લોક મારીને જતો રહે છે. જેથી ગોંધાયેલી માતા-પુત્રી 100 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગે છે. અમરોલી પોલીસે માતા-પુત્રીને છોડાવીને ઓફિસના માલિકની ધરપકડ કરી છે.

ફાર્માસ્યુટીકલ્સની દવાના પૈસાના બદલામાં વાયદા અપાતા

વરાછામાં આવેલી અનુરાધા સોસાયટીમાં રહેતા વિધવા પુષ્પાબેન વાઘાણી અને તેમની દીકરી લોટાલટ્સ ફાર્મસિટીકલ્સ નામે દવા સપ્લાયનો ધંધો કરે છે. પુષ્પાબેન અગાઉ અમદાવાદના કાલુપુર ખાતે ઓફિસ ધરાવતા હતા તે દરમ્યાન તા. 6 મે થી 11 સપ્ટેમ્બર 2019 દરમ્યાન મોટા વરાછા લજામણી ચોક સ્થિત ગોપીનાથ નગર 2 ના બી 154માં ઓફિસ ધરાવતા દવા વેપારી હર્ષદ હરીભાઇ વેકરીયાને ટુક્ડે-ટુક્ડે રૂા. 9.74 લાખની દવા સપ્લાય કરી હતી અને આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી વાયદા પર વાયદા કરતા હતા.

ઓફિસના કર્મચારીએ ગોંધી રાખ્યા

હર્ષદ તેની ઓફિસમાં હાજર ન હતો અને તેની ઓફિસના કર્મચારી આશિષ શાંતીભાઇ ઠુમ્મર (ઉ.વ. 32 રહે. રૂષિકેશ રેસીડન્સી, અમરોલી) એ હર્ષદભાઇ અમદાવાદ ગયા હોવાનું જણાવ્યું હતું. આ અરસામાં યગ્નેશ પાણીની બોટલ લેવા દુકાને ગયો હતો તે દરમ્યાન આશિષ પુષ્પાબેન અને રીતુને ઓફિસમાં ગોંધીને ચાલ્યો ગયો હતો. જેથી રીતુએ હર્ષદભાઇને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન રિસીવ નહીં કરતા છેવટે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ તુરંત જ દોડી આવી હતી અને માતા-પુત્રીને મુક્ત કરાવી આશિષની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here