માતાએ ચાર દિકરીની નિર્દયતાથી હત્યા કરી, પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો.

0
8

હરિયાણાના મેવાત જિલ્લામાં એક દર્દનાક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પિપરૌલી ગામમાં એક માતાએ તેની ચાર દિકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં તેને પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. શુક્રવારે વહેલી સવારે આ ઘટના બની હતી. સવારે જ્યારે આ દિકરીઓના પિતાની આંખ ખુલી તો તેમને રૂમમાં લોહી વચ્ચે ચારેય દિકરીના મૃતદેહો અને પત્નીની લોહીથી લથપથ સ્થિતિ જોઈ હતી.

આ આઘાતજનક દ્રશ્ય જોઈને તેઓ ભાન ભૂલી ગયા હતા અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. આ સંજોગોમાં પડોશીઓ દોડી આવ્યા હતા અને આ કરુણ દ્રશ્ય જોઈ તેઓ પણ હેબતાઈ ગયા હતા. પડોશીઓએ જ પોલીસને આ ઘટના અંગે માહિતી આપી હતી. માહિતી મળતા જ ગામના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. SP નરેન્દ્ર સિંહ બિજારનિયાં પણ ટૂકડી સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મૃતદેહોને કબ્જામાં લીધા હતા. આરોપી માતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક છે.

પોલીસે મૃત દિકરીના પિતા ખુર્શીદના નિવેદનના આધારે આરોપી માતા સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. મૃતકોની ઓળખ 7 વર્ષની મુસ્કાન, 4 વર્ષની મિસ્કીના, 3 વર્ષની અલશિફા અને ચાર મહિનાની અરબીના તરીકે કરવામાં આવી છે. પોલીસ ટીમ તેની કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાને લીધે એક હસતો રમતો પરિવાર ઉજડી ગયો. એક માતા તેની મમતા ભૂલી કાતિલ બની ગઈ, છેવટે આ ઘટના શા માટે બની તે અંગે તપાસ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાર દિકરી હોવાથી માતા માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ બની ગઈ હતી. તેને ચોથી દિકરી ચાર મહિના અગાઉ જન્મી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here